Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

પશુઓથી લોકોને ઇજા કે કોઈ નુકસાન થશે ઢોર માલીક સામે ફોજદારી ગુન્હો સહિતની કાર્યવાહી થશે : જામનગર મ્યુનિ, કમિશનરનું જાહેરનામું

ઢોર માલિકો વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા સહિતના મુદ્દે IPC કલમ-304 સહિતનું જાહેરનામું પ્રસિદ્ધ: લોકોને સૂચનો આપવા પણ અપીલ કરી

જામનગર શહેરમાં રખડતા ઢોરના ત્રાસ મામલે કડક કાર્યવાહી કરવા નિર્દેશ અપાયો છે જામનગર મ્યુનિ, કમિશનર વિજય ખરાડી દ્વારા રખડતા ઢોર મામલે ઢોર માલિકો વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા સહિતના મુદ્દે IPC કલમ-304 સહિતનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા શહેરમાંથી રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા મામલે જણાવ્યું હતું કે હાલ જામનગર શહેરમાં રખડતા ઢોર મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ જાહેરનામાની કડક અમલવારી હાથ ધરવામાં આવશે. તેમજ જે ઢોર માલિકો દ્વારા તેમના પશુઓથી લોકોને ઇજા કે અન્ય કોઈ નુકસાન થશે તેના બદલ ફોજદારી ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તેમજ મનપાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી શહેરમાંથી કાયમી પણ એ રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય તે માટે એકશન પ્લાન ઘડી કાઢવામાં આવશે. સાથે સાથે મનપા કમિશનરે લોકોને પણ અપીલ કરી છે કે પોતાના સુજાવો આ અંગે મનપા અને મીડિયાના માધ્યમથી મનપા સુધી પહોંચાડે જેથી શહેરમાંથી રખડતાં ઢોરનો ત્રાસ કાયમીપણે દૂર કરી શકાય.

(9:00 pm IST)