Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સાંસદ પૂનમબેન માડમનાં પ્રયાસો ફળ્યા : લોકલ એકસપ્રેસ ટ્રેનો ફરી દોડશે

સૌરાષ્ટ્ર એકસપ્રેસ-ભાવનગર -ઓખા, પોરબંદર-કાનાલુસ ટ્રેનનો લાભ યાત્રિકોને મળશે

જામનગર, દેવભૂમિ દ્વારકા, તા. ૧રઃ કોવિડ-૧૯ ની પરિસ્થિતીના કારણે જામનગર-દેવભૂમિ દ્વારકા સંસદીય મતવિસ્તારની લોકલ તથા એકસપ્રેસ ટ્રેનો બંધ થયેલ હતી, રાજયની કોવિડની પ્રર્વતમાન પરિસ્થિતીને ધ્યાને લઈ બંધ થયેલ લોકલ તથા એકસપ્રેસ ટ્રેનો પુનઃ ચાલુ કરી હતી.

જેથી  માટે સાંસદ પૂનમબેન માડમ રેલ્વે સતાવાળાઓ સમક્ષ ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા રેલ્વે દ્વારા મુંબઈ-પોરબંદર (સૌરાષ્ટ્ર એકસપ્રેસ) તથા ભાવનગર-ઓખા લોકલ ટ્રેન તા.૧૮-૮-૨૦૨૧ થી પુનઃ ચાલુ કરવામાં આવશે. તો પોરબંદર કાનાલુસ લોકલ પેસેન્જર ટ્રેન તા.૧૬ ઓગસ્ટથી દોડતી થશે આમ સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી પુનઃ શરૃ થનાર ટ્રેનોના લીધે યાત્રીકો અને સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી વ્યાપેલ છે.

(2:09 pm IST)