Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

જામનગરમાં એકલવાયા જીવનથી ત્રાસીને આધેડનો આપઘાત

સ્કુટર ઉપરથી રોડ ઉપર પડી જતા મોતઃ ૧૧ મહિલા સહિત જુગાર રમતા ૫૩ ઝડપાયા

જામનગર, તા.૧૨: અહીં નહેરૂનગર શેરીનં.૧ર/એ, જામનગરમાં રહેતા કલ્પેશભાઈ ડાયાભાઈ રાઠોડ, ઉ.વ.ર૪ એ સીટી ભસીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, નાગજીભાઈ રામજીભાઈ રાઠોડ, ઉ.વ.પ૩, રે. શંકરટેકરી, નહેરુનગર શેરી નં.૧૧/એ જામનગરવાળા એ એકલવાયુ જીવનથી કંટાળીને પોતે પોતાના હાથે પોતાના ઘરની છતમાં હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે.

અહીં સમર્પણ સર્કલ પાસે, અંજતા સોસાયટી પાસે રહેતા પોપટભાઈ વિરમભાઈ કેશવાલા, ઉ.વ.પ૧ એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  માલદેભાઈ વિરમભાઈ કેશવાલા, ઉ.વ.પપ, રે. અંજતા સોસાયટી, રૂમ નં.૪૦૧, સમર્પણ સર્કલ પાસે,  પોતાનું સ્કુટર લઈ એસ.ટી.રોડ, જોલીબંગલા પાસે જય માતાજી હોટલ પાસે રોડ પર પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવારમાં મૃત્યુ પામેલ છે.

કાલાવડમાં મજૂરને માર્યો

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ પાલાભાઈ સોમૈયા, ઉ.વ.૬પ, રે. શીતલા કોલોની, કાલાવડ ગામવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, કાનજીભાઈ નીકાવા ગામે નંંદીગ્રામ ચોકમાં આવેલ અશોકસિંહ જાડેજા, રે. શીશાંગવાળાનું મકાન તોડી પાડવા માટે મજુરી કામથી રાખેલ હોય અને મકાન તોડતા હતા ત્યારે આરોપીઓ વાલદાસ હરજીવનદાસ, જીતેન્દ્ર  વાલદાસ, નીલેશ વાલદાસ, રે. બધા નીકાવા ગામવાળા એ ફરીયાદી કાનજીભાઈને જેમ ફાવે તેમ  ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકા પાટુનો માર મારી મુંઢ ઈજાઓ કરી આરોપી વાલદાસ હરજીવનદાસે ઈંટનો છુટો ઘા મારી ફરીયાદી કાનજીભાઈને ડાબા હાથની વચ્ચેની આંગળીના ભાગે ઈજા કરી લોહી લુહાણ કરી તમામ આરોપીઓએ ગુનો કરેલ છે.

જુગારના ૯ દરોડા

પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. રઘુવીરસિંહ નવલસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ખીમરાણા પાટીયા પાસે આરોપી વસીમભાઈ ઉર્ફે વસલો રજાકભાઈ દસમામદ હમીરાણી ની વાડીના રૂમમમાં અન્ય આરોપીઓ આમદભાઈ જુમાભાઈ નોતીયાર, હાસમભાઈ જુમાભાઈ નોતીયાર, હશનભાઈ ઈસુબભાઈ મકવા, મામદભાઈ વાલજીભાઈ પુંજાણી, વર્ષાબેન ધનજીભાઈ પ્રેમજીભાઈ પરમાર, જોશનાબેન પરેશભાઈ કાનજીભાઈ રાદડીયા, કુલસમબેન નુરમામદ હુશેનભાઈ ઘોઘા, શંકરબેન મામદભાઈ વાલજીભાઈ પુંજાણી રે. જામનગરવાળા રૂ.૩પ,ર૦૦/ તથા રીક્ષા એક કિંમત રૂ.પ૦,૦૦૦/– તથા સાત મોબાઈલ ફોન કિંમત રૂ.૭પ૦૦/– મળી કુલ રૂ.૯૭,ર૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. સંજયભાઈ કમાભાઈ સોલંકી એ ફરીયાદ નોંધાવી છે કે, માણેકપર ગામની ઉગમણી સીમમાં પાંજરાપોળના ખેતરની બાજુમાં આવેલ ભરતભાઈ મોહનભાઈ વાઘેલાની વાડીની બાજુમાં આવેલ વોકળાના કાંઠે લીબડાના ઝાડ નીચે આરોપીઓ મનોજભાઈ ઉર્ફે વિજય ખેંગારભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો નાનજીભાઈ વાઘેલા, મનીષભાઈ ઉર્ફે બાબુ પોપટભાઈ પરમાર, હકાભાઈ ઉર્ફે સુરેશ જીવણભાઈ વાઘેલા, જયેન્દ્રસિંહ ઉર્ફે જગદીશસિંહ સહદેવસિંહ જાડેજા રૂ.૧પ,૪૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. કુલદીપસિંહ ચંદુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મુળીલા ગામથી ધાણીદાર તરફ જવાના કાચા રસ્તે આવેલ સરકારી ખરાબામાં આ કામના આરોપી યુનુશભાઈ ઉમરભાઈ ચૌહાણ, અશોકભાઈ છોટાલાલ ભટ્ટ, ફીરોઝભાઈ અજીતભાઈ ભટ્ટી, મજીદભાઈ કાશમભાઈ જોબણ, રાકેશભાઈ છોટુભાઈ ધારેવાડીયા, રે. કાલાવડ ગામવાળા રૂ.૩૩૪ર૦/ તથા મોબાઈલ ફોન નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– મળી કુલ રૂ.૩૪૪ર૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. સુખદેવસિંહ ધીરૂભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સિકકા પાટીયા પાસે પુલીયા બાજુમાં બાવળીની ઝાળી પાસે, મોટી ખાવડી સીમમાં જાહેરમાં બહાદુર બાલાભાઈ સોલંકી, મુબારકભાઈ હાશમભાઈ બારોયા, ધીરૂભાઈ બીજલભાઈ દુધરેજા, દિપીલભાઈ હેમુભાઈ રાઠોડ, રે.જામનગરવાળા  રૂ.ર૬પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુર પોલીસ સ્ટેશમાં કોન્સ. મધુબેન પીઠાભાઈ બારીયા એ ફરીયાદ નોંધાવી છે કે,  ગીંગણી ગામે આવેલ જેન્તીભાઈ કમાભાઈ મકવાણાના ઘરની પાછળ આવેલ ખુલ્લા પટ્ટામાં આ ાકમના આરોપી ઈન્દ્રપાલ હરીકિશન કુશબાહા, દયાબેન નાથાભાઈ વિંઝુડા, રામીબેન જેન્તીભાઈ મકવાણા, લાભુબેન બાબુભાઈ ચૌહાણ, મુકતાબેન વેલજીભાઈ ગુજરાતી, ઈન્દુમતીબેન કાંતીભાઈ લાડાણી, લાભુબેન મોહનભાઈ ડાભી, દયાબેન ચનાભાઈ પરમાર, રે. જામજોધપુરવાળા રૂ.ર૬ર૦/– તથા સેમસંગ કંપનીનો એડ્રોઈડ મોબાઈલ જેની કિંમત રૂ.પ૦૦૦/– મળી કુલ રૂ.૭૬ર૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. રવીન્દ્રસિંહ રાજનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મકાજીમેઘપર ગામની બી.એસ.એન.એલ. ઓફીસની બહાર રોડ પર ભરતભાઈ પીઠાભાઈ પરમાર, રમેશભાઈ ગોવિંદભાઈ બોખાણી, મહેશભાઈ પ્રેમજીભાઈ બોખાણી, વિનુભાઈ ભગવાનજીભાઈ પરમાર, લાલજીભાઈ જીવાભાઈ વાઘેલા, રે. મકાજીમેઘપર ગામેવાળા રૂ.૧૩ર૪૦/– તથા પટના રોકડા રૂપિયા ૬ર૦/– મળી કુલ રૂ.૧૩૮૬૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીતેશભાઈ નથુભાઈ વસરા એ ફરીયાદ નોંધાવી છે કે, ભણગોર ગામે કોળી વાસમાં સ્મશાન વાળી બજારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં આ કામના આરોપીઓ નારણભાઈ જીવાભાઈ મેરાણી, પ્રેમજીભાઈ ગોકળભાઈ મેરાણી, મોહનભાઈ ટપુભાઈ મેરાણી, કિશોર દામજીભાઈ બાંભણીયા, અશોકભાઈ ચનાભાઈ મેરાણી, કિશોર મોહનભાઈ મેરાણી રે. ભણગોર ગામવાળા રૂ.૪૧૭૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં કોન્સ. છત્રપાલસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, શંકરટેકરી, સુભાષપરા, શેરી નં.ર, સ્ટ્રીટ લાઈટના અજવાળે જામનગરમાં આ કામના આરોપીઓ મનીષભાઈ ચોથાભાઈ વાઘેલા, કનૈયાલાલ ઓધવદાસ ગંગાઝળીયા, રવીભાઈ બાબુભાઈ પિપરીયા રે. જામનગરવાળા રૂ.૧૦.૦૮૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદીપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે,  અંધાશ્રમ, બોમ્બે દવા બજાર કોલોની, બુઘ્ધવિહાર ચોકમાં જામનગરમાં આ કામના આરોપીઓ નરોતમભાઈ બાવજીભાઈ મકવાણા, મનસુખભાઈ ગાગજીભાઈ પરમાર, ખેરાભાઈ મેઘાભાઈ હાથીયા, અજયભાઈ વસંતભાઈ ધવન, સુનીલભાઈ રમેશભાઈ પવાર, જમનભાઈ ભાણજીભાઈ ગોહીલ, નીતીનભાઈ માધાભાઈ પરમાર, રાહુલભાઈ ગૌતમભાઈ પાટીલ  રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૭,ર૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રવિણભાઈ બાબુભાઈ ખોલા એ ફરીયાદ નોંધાવી છે કે, સાંઢીયા પુલ મામા સાહેબના મંદિર પાસે જામનગરમાં આ કામના આરોપી કિશનભાઈ ડાડુભાઈ વારોતરીયા, બોટલ નંગ–૧, કિમતં રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:13 pm IST)