Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

લીલીયાના ખારા ગામની પરિણિતા ઉપર દુષ્કર્મઃ ખૂનની ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧ર :.. લીલીયા તાલુકાના ખારા ગામની પરણીતા સાથે વાસાવડ ગામના કૌશીક પોપટભાઇ ભેડૈડા ને અગાવના પ્રેમ સબંધ બાબતે પરણીતાને ફોનમાં ધમકી આપી વાતચીત કરતો હોય, ગત તા. ર૦-૭-ર૧ ના રાત્રીના ફોન કરી રૂબરૂ મળવા ધમકી આપી વહેલી સવારના કૌશીકે પરણીતાને મળવાના બહાને બોલાવી હતી.

ત્યારબાદ ઘરમાં બોલાવી લઇ જઇ પરણીતાના પતી અને ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી.  અલગ અલગ જગ્યા લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતું.  જેની ફરીયાદ લીલીયા પોલીસમાં નોંધાવતા આ બનાવની વધુ તપાસ પો. સબ. ઇન્સ. પી. બી. લકકડ ચલાવી રહ્યા છે.

(1:09 pm IST)