Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

મોઢવાડામાં શહીદ નાગાર્જુન સિસોદિયાના જન્મ સ્થળની માટી એકત્ર કરી અંજલી અર્પી

પોરબંદરઃ શહીદ નાગાર્જુન સિસોદિયાના જન્મ સ્થળની સૈનિકોએ માટી એકત્રીકરણ કરીને શહીદ નાગાર્જુનને અંજલી અર્પવામાં આવી હતી. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનની ઐતિહાસિક જીતને ૫૦ વર્ષ પુરા થાય છે. ઐતિહાસિક જીતના ૫૦માં વર્ષને ભારત સરકારે સ્વર્ણિમ વિજય વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. જેના ભાગરૂપે આજે મોઢવાડા ગામે ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં શહીદ થયેલા મોઢવાડા ગામના પનોતા પુત્ર સેકન્ડ લેફટન્ટ નાગાર્જુન સિસોદીયાના નિવાસ સ્થાને સાઉર્થન નેવલ કમાન્ડના લેફ. કર્નલ સંતોષ ચૌધરી, નેવલ ઓફિસરો અને નેવલ સોલ્જરોની ટીમ વિજય મશાલ અને કળશ લઈને આવ્યા હતા અને શહીદ નાગાર્જુન સિસોદીયા જન્મ સ્થળેથી માટી કળશમાં લીધી હતી અને નાગાર્જુન સિસોદીયાને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શહીદ નાગાર્જુન સિસોદીયા સ્મારક ટ્રસ્ટના મેેનેજીંગ ટ્રસ્ટીશ્રી રામદેવભાઈ મોઢવાડીયાએ કર્યુ હતું. શહીદ નાગાર્જુન સિસોદીયાના નાનાભાઈ દેવશીભાઈ સિસોદીયા, સંદીપ દેવશીભાઈ સિસોદીયાનું નેવીના અધિકારીઓએ ભાવપૂર્ણ રીતે સન્માન કર્યુ હતું. લેફ. કર્નલ શ્રી સંતોષ ચૌધરીએ પ્રવચન કર્યુ હતું. સમસ્ત ગામના સરપંચ જયમલભાઈ મોઢવાડીયા, ગામના આગેવાનો લાખણશી નાગાભાઈ મોઢવાડીયા, મંડળીના પ્રમુખ વિજયભાઈ મોઢવાડીયા, લીરબાઈ સમાજના ટ્રસ્ટીઓ રાજશીભાઈ મોઢવાડીયા, પોલાભાઈ મોઢવાડીયા, ભીમાભાઈ મોઢવાડીયા (પ્રમુખ), લાખાભાઈ દેવાભાઈ મોઢવાડીયા, પરબતભાઈ મોઢવાડીયા, માંડણભાઈ મોઢવાડીયા, માલદેભાઈ મોઢવાડીયા, વિક્રમભાઈ મોઢવાડીયા, અરજનભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. શહીદ વીરના વતનમાંથી માટી એકત્ર કરીને અંજલી અર્પવામાં આવી તે તસ્વીર

(1:09 pm IST)