Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રાણાવાવ આરટીઆઇ એકવીસ્ટ સંગઠનના પ્રમુખ વિનોદભાઇ પરમાર ઉપર લાકડી વડે હુમલોઃ ધમકી

નોટરી લાયસન્સ પુર્ણ છતા સોગંધનામા કર્યાની અગાઉની પોલીસ ફરીયાદ નોંધાવ્યાનું મનદુઃખનું કારણ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૨: રાણાવાવ આરટીઆઇ એકવીસ્ટ સંગઠનના પ્રમુખ વિનોદભાઇ હેમરાજભાઇ પરમાર ઉપર લાકડી વડે હુમલો કરીને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ આરોપી મુનીર કરીમ પીરઝાદા તથા ઇમ્તીયાઝ પીરઝાદા રે. બન્ને રાણાવાવવાળા સામે નોંધાઇ છે.

અગાઉ નોટરી લાયસન્સ પુર્ણ થઇ ગયું હોવા છતા સોગંધનામા કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવી હોય તેનું મનદુઃખ રાખીને આરોપીઓએ વિનોદભાઇ પરમાર ઉપર હુમલો કર્યાનું કારણમાં બહાર આવ્યું છે.

રાણાવાવ આરટીઆઇ એકટીવીસ્ટ સંગઠનના પ્રમુખ વિનોદભાઇ પરમારે પોતાના ઉપર લાકડી વડે હુમલો કર્યાની આરોપી મુનીર કરીમ પીરજાદા અને ઇમ્તીયાઝ પીરજાદા સામે નોંધાવેલી પોલીસ ફરીયાદમાં જણાવેલ કે પોતે આરટીઆઇ એકટીવીસ્ટ સંગઠનના પ્રમુખ તરીકે હોય અને આરોપી મુનીર કરીમ પીરજાદાના પિતા કરીમ ડી.પીરજાદાનું નોટરી લાયન્સ પુર્ણ થયેલ હોય તેમ છતા લોકોને સોગંધનામા કરી આપી છેતરપીંડી કરતા હોય તેની અગાઉ પોલીસ ફરીયાદ નોંધાવી હોય જેનું મનદુઃખ રાખીને આરોપી મુનીર કરીમે પીરજાદા અને ઇમ્તીયાઝ પીરજાદા બન્નેએ એક સંપ કરીને લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગયેલ હતા.

(1:08 pm IST)