Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

જામનગરના એએસપી નિતેશ પાંડેયને સુપર્બ ઇન્વેસ્ટિગેશન માટે પોલિસ મેડલ જાહેર થયો

જામનગર: (મુકુંદ બદીયાણી) ગુજરાતના ૬ પોલીસ ઓફિસરોને કેન્દ્રીય ગૃહમંત્રાલયે પોલીસ મેડલ માટે પસંદગી કરેલ છે.

ત્યારે તેમાં જામનગરના એએસપી શ્રી નિતેશ પાંડેયની ખાસ ઇન્વેસ્ટિગેશન માટે મેડલ માટે પસંદગી થયેલ  છે. ભૂમાફિયા જયેશ પટેલ કેસમાં મહત્વની તપાસ શ્રી નિતેશ પાંડેય કરી રહ્યા છે.

ભારત સરકાર દ્વારા કુલ ૧૫૨ ઇન્સ્પેક્ટરથી  માંડીને આઇપીએસ  ઓફિસરોને શ્રેષ્ઠ  ઇન્વેસ્ટિગેશન માટે પસંદગી કરાયેલ છે.

(3:19 pm IST)