Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ધ્રોલ પાસે બાઈક આડે ઈકો કાર નાખી ફિલ્મીઢબે યુવતિનું અપહરણઃ માસીયાઈ ભાઈને પગમાં ઈજા

ધ્રોલ-જામનગર, તા. ૧૨ :. ધ્રોલના સોયલ ટોલનાકા આગળ બાઈક આડે ઈકો ગાડી નાખી ફિલ્મી ઢબે યુવતીનું અપહરણ કરી યુવતીના માસીયાઈ ભાઈને પગમાં ઈજા કરતા ચાર સામે ફરીયાદ નોંધાઈ છે.

ધ્રોલ નજીક આવેલ સોયલ ટોલનાકાથી આગળ યુવતીનું અપહરણ કર્યાની ધ્રોલ પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે જે વિગત અનુસાર નિલેશભાઈ મગનભાઈ બસીયાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. નિલેશભાઈ અને તેમના માસીની દિકરી બન્ને મોટર સાયકલ લઈ ધ્રોલ તરફ આવતા હતા. દરમિયાન સોયલ ટોલનાકાથી આગળ ઈકો ગાડી આડી નાખી ફિલ્મી ઢબે અપહરણ કરી મોટર સાયકલ ચાલક નિલેશભાઈ રોડ પર પડી જતા શરીરના ભાગમાં નાની મોટી ઈજા થઈ જમણા પગમાં ઈજા પહોંચી મોટર સાયકલ પાછળ બેઠેલી માસીયાઈ બહેનને ચાર વ્યકિત જેમા (૧) કિરીટભાઈ દાનાભાઈ ગળચર રે. મોરબી અને ત્રણ અજાણ્યા શખ્સોએ યુવતીનું અપહરણ કરી નાસી ગયા હતા.

ધ્રોલ પોલીસ સ્ટેશનથી ગ્રામ્ય ડીવાયએસપી સહિતનો કાફલો પહોંચ્યો હતો. સીસીટીવી કેમેરા સહીત મદદ લઈ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી તપાસ હાથ ધરી હતી.

(11:41 am IST)