Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

જામકંડોરણા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં જયેશભાઇ રાદડિયાની પેનલનો વિજય

(ધમેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૧ર : જામકંડોરણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વર્તમાન બોડીની મુદત પુર્ણ થતા તાજેતરમા જાહેર થયેલ સામાન્ય ચુંટણીના ઉમેદવારી પત્ર રજુ કરવાના તા.૧૦/૮/૨૧ના દિવસે ભાજપ પ્રેરીત તેમજ યુવા મંત્રી જયેશભાઈ રાદડીયાની પેનલના ઉમેદવારો સિવાય અન્ય કોઈ હરીફ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર રજુ કરેલ ન હોય જેથી તમામ ઉમેદવારો બિનહરીફ થયેલ હોય યુવા મંત્રી જયેશ રાદડીયાએ ફરી એક વખત આપણા સૌના વડીલ ખેડુતનેતા શ્રી વિઠલભાઈ રાદડીયાના પગલે ચાલીને સહકારી ક્ષેત્રની સંસ્થાઓમા ખેડુતોનુ હિત જળવાય અને સુલેહ પુર્વક કામગીરી કરી શકાય એવા ઉદેશથી માર્કેટીંગ યાર્ડને બિનહરીફ કરવામા મહત્વની ભુમીકા ભજવીને એક પછી એક સંસ્થાઓ બિનહરીફ કરાવેલ હોય જેમનો સંપુર્ણ યશ યુવા નેતા જયેશભાઈ રાદડીયાને જાય છે.

જામકંડોરણા માર્કેટીંગ યાર્ડમા બિનહરીફ થયેલ ડીરેકટરોમાં  ખેડુત વિભાગના પ્રતિનિધિ સંજય બોદર, ચંદુભા ચૌહાણ, જસમતભાઈ કોયાણી,,રસીકભાઈ રાણપરીયા,ચંદુભાઈ પોસીયા,,નટુભા જાડેજા,,અશોકસિંહ જાડેજા,,ધીરૂભાઈ સતાસીયા,ધનજીભાઈ બાલધા, મનસુખભાઈ વરસાણીનો સમાવેશ થાય છે.

વેપારી વિભાગના પ્રતિનિધિમાં મોહનભાઈ કથીરીયા, ગોપાલભાઈ બાલધા, મનસુખભાઈ દોંગા, મહેશભાઈ સંપટ, સંધ વિભાગના પ્રતિનિધિ જીતુભાઈ કથીરીયા સ્થાનિક સંસ્થા(ગ્રામપંચાયત) પ્રતિનિધિ વિનોદભાઈ રાદડીયાનો વિજય થયો છે.

(11:39 am IST)