Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

વાંકાનેર વીસીપરામાં નવ નિર્મિત શિવાલય મંદિરમાં શ્રી મહેશ્વર મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભકિતભાવ પૂર્વ ઉજવાયો

 વાકાંનેર : વાંકાનેરમાં વીસીપરા માં નવ નિર્મિત ભવ્ય શિવાલય મંદિરમાંદેવાધીદેવ મહાદેવ 'શ્રી મહેશ્વર મહાદેવજીની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવાયો હતો, પ્રતિષ્ઠા મહોત્સવ માં નવ નિર્મિત શિવાલયમાં ભગવાન શિવના પ્રતિક શિવલિગ 'શ્રી મહેશ્વર મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી તેમજ શિવ પરિવાર તેમજ હનુમાનજી, ગણપતિ સહિત વિવિધ દેવોની શાસ્ત્રોકત વિધિ વિધાન દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી આ દિવ્ય પાવન અવસરે ચરાડવા શ્રી મહાકાળી આશ્રમના મહંત સમર્થ સંત પૂજય શ્રી દયાનંદગીરીબાપૂ પધારવાના હતા પરંતુ એમની તબિયત સારીનો હોવાથી આશ્રમેથી પૂજયશ્રી દયાનંદગીરીબાપૂએ આશીર્વાદ પાઠવેલા હતા, આ દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તા.૧૧ મીના બપોરે શ્રી ગાયત્રી મંદિરના અશ્વિનભાઇ રાવલ, રઘુનાથજી મંદિર, વાંકાનેર ના શ્રી સેવાદાસબાપૂ, જેરામભાઈ પૂજારી, વિશાલભાઈ પટેલ, શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર, વાંકાનેર , તેમજ વિવિધ શેત્રના અગ્રણીયો હાજર રહયા હતા જીતુભાઇ સોમાણી, સહિત ના હાજર રહયા હતા ,, બુધવારના બપોરે ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયેલ ત્યારબાદ સાંજે સાત કલાકે શ્રી મહેશ્વર મહાદેવદાદા ની આરતી યોજાયેલ ત્યારબાદ ભાવિકોએ મહા પ્રસાદ લીધો હતો, ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં બાર દંપતી અને પાંચ યજ્ઞ કુંડ દ્વારા શાસ્ત્રીશ્રી પુનિત મહારાજ તથા ભૂદેવો ની ટીમ દ્વારા ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે શાસ્ત્રોકત વિધિ સાથે કર્મકાંડ કરાવેલ હતું. આ યજ્ઞ માં યજમાનોમા પૃથ્વીસિંહ પઢીયાર, શ્રી ઈંદ્રજીતસિંહ પઢીયાર,પ્રધુમ્નસિંહ પઢીયાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા સહિતના બાર દંપતીઓ બેઠા હતા આ નવ નિર્મિત શ્રી મહેશ્વર મહાદેવના શિવાલયના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન ભુપતસિંહ પઢીયાર, રણજીતસિંહ પઢીયાર તથા જામભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું આ વિસ્તારના પ્રજાજનોએ આ દિવ્ય મહોત્સવ નો ધર્મલાભ લીધેલ હતો ત્રીદિવસીય મહોત્સવ ગઈકાલે રાત્રે સંપન્ન થયેલ હતો.

(11:37 am IST)