Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સૌરાષ્ટ્રને નવી ટ્રેનો ફાળવવા રજૂઆતઃ ઉપલેટાના રેલ્વે પ્રશ્નો ઉકેલવા દિલ્હીમાં માંગ

(ભરત દોશી દ્વારા) ઉપલેટા, તા. ૧૨ :. ભાજપના આગેવાનોએ દિલ્હી ખાતે કેન્દ્રીય રેલ્વે અને ટેકસટાઈલ રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન જરદોશ સાથે મુલાકાત કરી ઉપલેટાના રેલ્વે પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી અને નવી ટ્રેન પોરબંદર-રાજકોટ વાયા વાંસજાળીયા, જામજોધપુર, ભાયાવદર, ઉપલેટા, પોરબંદર-નંદુરબાર વાયા સુરતની ટ્રેન શરૂ કરવા માંગ કરાઈ હતી.આ તકે રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા, ઉપલેટા શહેર ભાજપ મહામંત્રી જીજ્ઞેશ ડેર, જીલ્લા યુવા ભાજપ મંત્રી રવિ માકડીયા, મહાવીરસિંહ વાળા, સુધરાઈ સભ્યો અશ્વિન લાડાણી, જીજ્ઞેશ વ્યાસ સહિતના સુધરાઈ સભ્યો તથા ભાજપના આગેવાનોએ દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

(11:37 am IST)