Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કોડીનારમા ઉજવલા યોજના હેઠળ ગેસ કનેકશન ફાળવાયા

કોડીનાર તા.૧૨ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં ૧ કરોડ ગરીબ પરિવારોને મફત રસોઈ ગેસ કનેકશન આપવા ઉજવલા ૨.૦ યોજના લોન્ચ કરતા આ અનુસંધાને કોડીનાર ની સાંઈ ઇન્ડેન ગેસ એજન્સી અને ઘાંટવડ ની નટરાજ ઇન્ડેન ગેસ એજન્સી ખાતે ઇન્ડેન ગેસ ના સેલ્સ ઓફિસર મનોજભાઈ લખવાણી ના હસ્તે ઉજવલા ૨.૦ ખુલ્લી મુકાયા બાદ કોડીનાર પુરવઠા નાયબ મામલતદાર વિવેકસિંહ પરમાર, સાંઈ ઇન્ડેન ના કુલદીપભાઈ ડોડીયા, અશ્વિનભાઈ ગંભીર, નટરાજ ઇન્ડેન ના દિનેશભાઇ જોષી, કુલદીપભાઈ પાઠક, પત્રકાર અશોકભાઈ પાઠક, અલ્તાફભાઈ મુગલ,પ્રકાશભાઈ ડોડીયા અને પીયૂષભાઈ બારડ ના હસ્તે કોડીનાર ના ગરીબ પરિવારોને ઉજવલા યોજના હેઠળ મફત ગેસ કનેકશન નું વિતરણ કરવામાં આવ્યું હતું.

 ઉજવલા યોજના ના પ્રથમ ચરણ માં દેશભરમાં ૮ કરોડ પરિવારોને ગેસ કનેકશન ફાળવવામાં આવ્યા હતા.આ યોજના નો ગ્રામ્ય કક્ષા સુધી લાભ મળે અને માતા બહેનો ને ચૂલા સળગાવવામાં થી અને ધુવાળા થી શ્વાસ ના રોગો અને આખો ની બળતરા માંથી મુકિત મળે તે હેતુ થી શરૂ કરાયેલી ઉજવલા યોજના ની સફળતા બાદ આજે ઉજવલા યોજના ૨.૦ નું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે એકી સાથે સમગ્ર દેશભરમાં લોન્ચ કરવામાં આવી હતી. આ તકે ઇન્ડેન ગેસ ના સેલ્સ ઓફિસર મનોજ લખવાણી એ હાજર સર્વે લોકો ને જણાવ્યું હતું કે ગ્રામ્ય કક્ષા એ તેમજ છેવાડે વસતા ગેસ વિહોણા પરિવારો ને સરકાર દ્વારા મળતા આ ઉજવાલ્લા ગેસ કનેકશન તાત્કાલિક ધોરણે અરજી કરી મેળવી લેવા અનુરોધ કર્યો હતો.

(11:33 am IST)