Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ઉનામાં જુગાર રમતા પ શખ્સો ૧૭ હજારની રોકડ સાથે ઝડપાયા

ઉના તા. ૧ર :. દૂધેશ્વરપરામાં જૂગાર રમતા પાંચ શખ્સોને ૧૭ હજારની રોકડ સાથે પોલીસે પકડી પાડયા છે.

પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સુચનાથી જૂગારની બદીને નાબુદ કરવા બાતમીના આધારે ઉના શહેરમાં મછૂન્દ્રી પૂલ આગ દૂધેશ્વરપરામાં પોલીસ કર્મચારી જલપાલસિંહ પ્રતાપસિંહ ગોહીલ તથા સ્ટાફે જાહેરમાં રૂપિયાની હારજીતનો જૂગાર રમતા (૧) મુકેશ રસીક બારૈયા, (ર) હનીફ હશન બેલીમ (૩) રાજેશ કાળુભાઇ પરમાર (૪) દેવચંદ ગીગાભાઇ સોલંકી (પ) કાળુ જોરૂભા સોલંકી રે. ના તમામને રોકડા રૂપિયા ૧૭ર૮૦ સાથે પકડી ઉના પોલીસ સ્ટેશનને લાવી ગુનો દાખલ કરેલ છે.

(11:31 am IST)