Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ગોંડલ રેલ્વે સ્ટેશને યાત્રિકો માટે સુવિધા ફાળવવા ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની માંગણી

ભાવનગરના અધિકારીને પત્ર પાઠવીને વિનુભાઇ જી. વસાણીને રજૂઆત

ગોંડલ તા. ૧ર :.. ગોંડલ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં ઉપપ્રમુખ અને વેપારી મહામંડળનાં પ્રમુખ, રેલ્વે બોર્ડનાં સલાહકાર સમિતિના સદસ્ય વિનુભાઇ જી. વસાણીએ ભાવનગર પશ્ચિમ રેલ્વેના અધિકારીને પત્ર પાઠવીને ગોંડલ રેલ્વે સ્ટેશને યાત્રિકોની સુવિધા માટે વિવિધ સુચનો કર્યા છે.

વિનુભાઇ વસાણીએ વધુમાં જણાવ્યું છે કે, વેરાવળ-ઇન્દોર ૦૯૩૦૪ (વાયા અમદાવાદ) તેમજ ઇન્દોર-વેરાવળને ગોંડલ સ્ટેશન સ્ટોપ આપવાની જનતાની માંગણી છે. સીસીટીવી કેમેરા લગભગ દરેક સ્ટેશનમાં મુકાઇ ગયા છે. જનતાની સલામતી માટે કેમેરાની ખાસ જરૂરીયાત હોઇ રેલ્વે સ્ટેશન ઉપર યોગ્ય જગ્યાએ કેમેરા મુકવા જરૂરી છે.

અંડર ગ્રાઉન્ડ પ્લેટ ફોર્મનું કામ શરૂ કરવામાં આવ્યું છે તે ખુબ આવકારદાયક છે. પેસેન્જરોને એક વધુ સગવડતા પ્રાપ્ત થશે, જે બાબતે જણાવવાનું કે, હાલ જે કામ ચાલી રહ્યું છે તે ખુબ જ ધીમી ગતિનું કામ ચાલે છે. તેને ત્વરીત ઝડપથી કામ શરૂ કરવું.

ગોંડલ રેલ્વે સ્ટેશનમાં બહારથી વી. આ. પી. લોકો, સાંસદો, ધારાસભ્યો, ઓફીસરો, મંત્રીઓ આવતા હોઇ એક વી. આઇ. પી. એ.સી. રૂમની ખાસ આવશ્યકતા છે જેથી મિટીંગોમાં મહેમાનો માટે આરામદાયક સુવિધા પ્રાપ્ત થઇ શકે. સાથે પેસેન્જરોને પણ વેઇટીંગ માટે રાહત મળી શકે. મર્યાદિત આવક ધરાવતા સીનીયર સીટીઝનોને ૩૦ ટકા રાહત મળતી હતી તે ઘણા સમયથી બંધ કરવામાં આવી છે. તો નમ્ર સુચન કે નવા આવેલા મંત્રીને દેશભરના સીનીયર સીટીઝનોને ફરી કન્સેશન આપવા તથા સ્ટેશન ઉપર સફાઇ કામ વ્યવસ્થિત અને યોગ્ય રીતે કરવા માટે અત્યારે ફકત બે જ કામદાર છે. કોરોના કાળ પહેલા ૭ કામદાર હતાં. તો ફરીથી ૭ કામદાર કરવાની માગણી કરી છે.

(11:30 am IST)