Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

મોરબીમાં લાયસન્સ ક્લબ દ્વારા આગામી ૨૩મીએ વિનામૂલ્યે થેલેસીમિયા નિદાન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ.

 મોરબી :  લાયન્સ કબલ મોરબી નઝરબાગ દ્વારા આગામી તા.૨૩ ઓગસ્ટના રોજ સોમવારે સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન મચ્છુકઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, વ્રજ હોસ્પિટલ સામે, ૧૨ સાવસર પ્લોટ મોરબી ખાતે વિનામૂલ્યે થેલેસીમિયા નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ કલબના પ્રમુખ ડો.પ્રેયસ પંડ્યા, સેક્રેટરી દિનેશભાઇ વિડજા, ટ્રેઝરર જયદીપભાઈ બારા, પ્રોજેકટ ચેરમેન વિક્રમભાઈ દફ્તરી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને લોકોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(11:20 am IST)