Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ઓઈલ કંપનીઓ ડીલર માર્જીનમાં સુધારો ના કરે ત્યાં સુધી “નો પરચેઝ” લાગુ રહેશે: મોરબી પેટ્રોલપંપ સંચાલકો પણ જોડાયા.

મોરબી :  ઓઈલ કંપનીઓ દ્વારા ડીલર માર્જીનમાં છેલ્લા ચાર વર્ષથી સુધારો કરવામાં આવ્યો નથી જેના વિરોધમાં રાજકોટ પેટ્રોલ-ડીલર એસોના નેજા હેઠળ નો પરચેઝ નિયમ લાગુ કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જેમાં મોરબીના પેટ્રોલ પંપ સંચાલકો પણ જોડાયા છે
 ઓઈલ કંપનીઓ દ્વારા ડીલર માર્જિનમાં સુધારો જાહેર ના કરાય ત્યાં સુધી તા. ૧૨ ઓગસ્ટથી દર ગુરુવારે પેટ્રોલ અને ડીઝલનું “નો પરચેઝ” રહેશે અને દર ગુરુવારે બપોરે 1 થી ૨ સુધી ફક્ત સીએનજી વેચાણ બંધ રહેશે
 તા, ૧૨ ઓગસ્ટને ગુરુવારથી જીલ્લાના ડીલર ભાઈઓ પેટ્રોલ-ડીઝલ ખરીદીથી દુર રહેશે અને ગ્રાહકોની સગવડ માટે પેટ્રોલ-ડીઝલનું રાબેતા મુજબ વેચાણ ચાલુ રહેશે જે વિરોધમાં મોરબી ખાતેના Iocl, bpcl, hpcl કંપનીના પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરનાર ડીલરો પણ જોડાશે

(11:09 am IST)