Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

પુસ્તક અવલોકન ધન્વી-માહી

રામપ્રસાદ પંડયા દ્વારા કાલે ૮૫ માં જન્મ દિને જીવન અનુભવોના નીચોડ સમાન પુસ્તક 'મારા સ્મરણોના સથવારે' પ્રકાશિત

શીર્ષક : 'મારા સ્મરણોના સથવારે'

આલેખન : શ્રીરામપ્રસાદ જયકૃષ્ણભાઇ પંડયા

(જીએએસ રીટાયર્ડ)

પ્રકાશક : મૂકેશભાઇ આર. પંડયા, ''હરીકૃષ્ણ''  પ - સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, કાલાવડ રોડ ટચ, નિર્મલા કોન્વેટની સામે, રાજકોટ મો.૯૯૭૮૪ ૪૨૭૦૧

એકાઉન્ટ વિભાગમાં જોઇન્ટ ડાયરેકટર તરીકે વર્ષો સુધી ફરજ બજાવી નિવૃત્ત થયેલા મુળ અમરેલીના તરવડાના અને રાજકોટને કર્મભુમિ બનાવનાર શ્રી રામપ્રસાદ પંડયાનો આજે જન્મ દિવસ છે. સાથો સાથ આ અવસરે સ્વઅનુભવોને શબ્દદેહ આપી તેઓએ તૈયાર કરેલ પૂસ્તક 'મારા સ્મરણોના સથવારે...' પ્રકાશીત કરતા ખુશી બેવડાઇ છે. ૧૪૦ જેટલા પેઇજમાં તેઓએ પોતાના સંઘર્ષમય જીવનના ચડાવ ઉતારને આલેખવા સરસ પ્રયાસ કર્યો છે. જેમાં તેઓ લખે છે કે નવી પેઢીને કઇક સારૂ જાણવા મળે અનુસરવા મળે તે માત્ર મારો ઉદેશ્ય છે.

આ દળદાર પુસ્તકમાં તેઓએ અલગ અલગ સોપાન આપ્યા છે. જેમાં બાળપણ, ગૃહસ્થજીવન, વ્યવસાયીક જીવન, નિવૃત્તિ જીવનને વણી લઇ અલગ અલગ ૮૫ થી વધુ પ્રકરણો આલેખ્યા છે. આ પહેલા તેઓ 'સંસ્કારના સથવારે' અને 'પંડયા કુટુંબનો વડલો'  જેવા પુસ્તકો પણ આપી ચુકયા છે.

તેઓ નોકરીમાં સામાન્ય કલાર્ક તરીકે શરૂઆત કરી સંયુકત નિયામક તરીકે પદવી મેળવી નિવૃત્ત થયા હતા. સને ૧૯૬૧ માં વસતી ગણતરીની નીષ્ઠાભરી કામગીરી બદલ રાષ્ટ્રપતિશ્રીનો એવોર્ડ અને સીલ્વર મેડલથી સન્માનિત થયેલ. રાજયની હેવી ટ્રેઝરીઓ ભાવનગર, રાજકોટ, વડોદરામાં સળંગપણે ૧૨ વર્ષ સુધી સેવા આપેલ. વહીવટમાં શ્રેષ્ઠ પત્ર વ્યવહાર બદલ પ્રથમ ઇનામ હાંસલ કરેલ. મોરબી જળહોનારત સમયે યુધ્ધના ધોરણે કામ કરી પેટા તિજોરી કાર્યરત કરી જોબ સેટીસ્ફેકશન મેળવેલ. ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી તથા રાજકોટ મ્યુ. કોર્પો.માં ડેપ્યુટેશન પર દીર્ઘ સમય રહી સારી નામના હાંસલ કરેલ. આવા યશસ્વી જીવનના ૮૫ માં જન્મ દિવસે તેઓએ પ્રકાશીત કરેલ પુસ્તક બદલ ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે. તેમના મો.૯૪૨૮૨ ૮૭૭૫૦ છે.

(10:20 am IST)