Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કચ્છના સુખપર રોહા ગામે ઘોડીના પગ બાંધી ગુદાના ભાગે લાકડી ભરાવી ક્રૂર હત્યા

સોશ્યલ મીડિયામાં બનાવે સર્જેલ ચકચારને પગલે પોલીસ થઈ દોડતી : આ બનાવ અંગત વેરઝેરના કારણે સર્જાયો હોવાની ગામમાં ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:::: મૂંગા અબોલ પ્રાણીઓ સાથે માનવી ક્રૂરતાની ચરમ સીમા વટાવી માનવતાને લજવે છે. નખત્રાણા તાલુકાના સુખપર રોહા ગામના હમીર આશભાઈ મારવાડાએ આ અંગે કરેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ રાત્રે કોરી પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગામના બાલમંદિર પાસે તેમની ઘોડી પગ બાંધેલી હાલતમાં ગુદાના ભાગે લાકડી ભરાવેલી હત્યા કરાયેલી હાલતમાં ખૂબ જ ખરાબ સંજોગોમાં મૃત મળી આવી હતી. સ્થળ ઉપર રામજી મનજી કોલીનું આધાર કાર્ડ મળી આવ્યું હોઈ તેમણે શકમંદ તરીકે તેનું નામ દર્શાવ્યું છે. દરમ્યાન આ બનાવ અંગત વેરઝેરના કારણે સર્જાયો હોવાનું ગામમાં ચર્ચાઇ રહ્યું છે. જોકે, સોશ્યલ મીડિયા ઉપર મૃત ઘોડીના વાયરલ થયેલા ફોટાઓ જોઈ અરેરાટી છવાઈ હતી. પશુ ઉપર ક્રૂરતા દર્શાવનારા સામે લોકો ફિટકાર વરસાવ્યો હતો. પોલીસ પણ આ મામલે દોડતી થઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.

(9:32 am IST)