Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ધ્રોલના સોયલ ટોલનાકા નજીક બાઈક આડે નાખી ફિલ્મી ઢબે યુવતીનું અપહરણ : માસીયાઈ ભાઈને પગમાં ઇજા

રાજકોટના કિરીટ ગળચર સહીત ચાર શખ્શો સામે ફરિયાદ

રાજકોટ :રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલના સોયલ ટોલનાકાથી આગળ કેનાલ પાસે બાઈક આડે નાખીને યુવતીનું ઇકો કારમાં ફિલ્મી ઢબે અપહરણ કરાયાની યુવતીના માસીયાઈ ભાઈએ પોલીસ ફરીયાદ નોંધાવી છે

 ફરિયાદ મુજબ રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલના સોયલ ટોલનાકાથી આગળ કેનાલ પાસેથી પોતાની માસીની દીકરી આશાબેન ને બેસાડી જય રહ્યાં હતા ત્યારે રસ્તામાં પાછળથી કિરીટ દાનાભાઇ ગળચર તથા અન્ય ત્રણ શખ્શો ગ્રે કલરની ઇકો ગાડી લઈને આવી બાઈક આડે ગાડી નાખીને બાઈક પાછળ બેસેલા આશાબેનને બળજબરી પૂર્વક બાઇકમાંથી ખેંચી ઈકોમા બેસાડતા બાઈક રોડની સાઈડમાં પડી જતા ફરિયાદીને ઇજા પહોંચી હતી ફરિયાદીની માસીની દીકરી આશાબેનનું અપહરણ કર્યું હતું ગુન્હામાં એકબીજાની મદદગારી કરીને  ગુન્હો કર્યો છે 

(12:06 am IST)