Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

લુહાર સમાજ ના ત્રણ યાત્રાધામમાં અષાઢી બીજ મહોત્સવ ધાર્મિક વિધિ દ્વારા ઉજવવામાં આવેલ છે રથયાત્રા બંધ રહી

મજેવડી દેવતણખી ધામ, પોરબંદર બોખીરાધામ તેમજ આટકોટ સતી લોયણ માતાજી મંદિર ત્રણ ધર્મસ્થાનો ખાતે અષાઢી બીજ મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ દ્વારા ઉજણી :મજેવડી દેવતણખી ધામ અને આટકોટ સતીલોયણ માતાજીના મંદિરે રથયાત્રા બંધ રાખવામાં આવી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: સમસ્ત લુહાર સમાજના યાત્રાધામ સમાન ત્રણ ધર્મસ્થાનો ખાતે દર વર્ષે યોજાતી અષાઢી બીજ મહોત્સવ આ વર્ષે કરોના મહામારીના સમયમાં માત્ર ધાર્મિક વૈદિક પરંપરા મુજબ અષાઢી બીજ મહોત્સવ ઉજવવામાં આવેલ પરંતુ  રથયાત્રા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવેલ હતી
 દેવતણખી ધામ મજેવડીના પ્રમુખ શાંતિભાઈ ગોહિલ રાજુભાઈ પિત્રોડા જે.પી. રાઠોડએ સંયુક્ત યાદીમાં જણાવેલ કે સૌરાષ્ટ્રમાં લુહાર સમાજના ત્રણ મોટા ધર્મ સ્થાનો આવેલા છે જેમાં દર વર્ષે અષાઢીબીજ મહોત્સવ ભવ્ય રીતે યોજાય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીના સમયમાં અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે જનમેદની મોટી સંખ્યામાં ભેગી થાય છે આવા સમયે રાજ્ય સરકારનો પ્રતિબંધ હોવાને કારણે તેમજ વધુ સંક્રમણ  ફેલાય નહીં તે માટે ત્રણ ધર્મસ્થાનો જેમાં જૂનાગઢ જિલ્લાનું મજેવડી  સંત શ્રી દેવતણખી દાદા અને પુત્રી લીરલબાઈ માતાજીની ચેતન સમાધિ સ્થાન છે જ્યાં દર અષાઢીબીજે અંદાજે એક લાખથી વધુ લોકો દર્શન માટે ઊમટી પડે છે તેમજ ધ્વજારોહણ રથયાત્રા સંતવાણી મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે પરંતુ આ વર્ષે માત્ર વૈદિક પરંપરા મુજબ અષાઢી બીજ મહોત્સવ ઉજવવામાં આવેલ હતો અને મજેવડી તેમજ આટકોટ ખાતે રથયાત્રા બંધ રાખવામાં આવી હતી
 પોરબંદરના બોખીરા ખાતે આવેલ સંત શ્રી દેવતણખી બાપા જન્મ સ્થાન ખાતે પણ ભવ્ય અષાઢી બીજ મહોત્સવ દર સાલની જેમ યોજાય છે પરંતુ આ વર્ષે બોખીરા દેવતણખી ધામ સમિતિએ સંપૂર્ણ ઉત્સવ સાદાઈથી ધાર્મિક વિધિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી  અને ધાર્મિક વિધિ પ્રમાણે ધ્વજા રોહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ શ્રી સતી લોયણ માતાજી ના ભવ્ય મંદિર ખાતે દર વર્ષે અષાઢી બીજ મહોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે તેમજ બધા અષાઢીબીજે વિશાળ શોભાયાત્રા અને સંતવાણી મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાય છે પરંતુ આ વર્ષે માત્ર ધાર્મિક પરંપરા મુજબ વિધિ કરવામાં આવી હતી તેમજ સત્સંગ અને પૂજા યોજના તેમજ શોભાયાત્રા મહાપ્રસાદ બંધ રાખવા માં આવેલ હતા તેમ
જે પી રાઠોડ એ જણાવેલ હતું

આમ જોતા સૌરાષ્ટ્રના ત્રણ મોટા યાત્રાધામ ગણાતા મજેવડી દેવતણખી ધામ બોખીરા દેવતણખી દાદા નો જન્મ સ્થાન તેમજ આટકોટ સતી લોયણ માતાજી નું મંદિર ત્રણે-ત્રણ ધર્મસ્થાનો ખાતે અષાઢી બીજ મહોત્સવ માત્ર સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી

 સંતવાણી રથયાત્રા મહા પ્રસાદ તેમજ  સંપૂર્ણપણે બંધ રાખવામાં આવેલ હતા

(6:21 pm IST)