Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ધોરાજી પોલીસે લવ જેહાદ અંગેના કાયદા હેઠળ પ્રથમ ફરિયાદ નોંધી.

મુસ્લિમ યુવકે સાદી કરી હોવા છતાં પણ હિન્દુ યુવતીને ખોટું બોલી ફરીયાદીને ઇસ્લામ ધર્મ મુજબ ધાર્મિક કલમાં ઇન્સટાગ્રામમાં મોકલી પઢાવેલ હતા: જેતપુરના ડેપ્યુટી એસપી સાગર બાગમાંરએ લવ જેહાદના નવા કાયદા હેઠળ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા

( કિશોરભાઈ રાઠોડ દ્વારા ) ધોરાજી :ધોરાજીમાં હિન્દુ દીકરીને મુસ્લિમ યુવકે ફસાવી શાદી કરવા ઇન્સ્ટાગ્રામમાં કલમા મોકલી ધર્મપરિવર્તન કરવા દબાણ કરેલ અને ફરિયાદીની મરજી વિરુદ્ધ જાતીય સંબંધ બાંધી હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા બાબતે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ધોરાજી પોલીસમાં લવ જેહાદના પ્રથમ કાયદા ફરિયાદ નોંધાતા જેતપુરના ડેપ્યુટી એસપી સાગર બાગમાંરે તપાસ હાથ ધરી છે

 ઉપરોક્ત બનાવ અંગે ધોરાજીના પોલીસ ઈન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવેલ કે ધોરાજીની હિન્દુ યુવતીને મુસ્લિમ યુવકે ધર્મ પરિવર્તન કરી શાદી કરવા બાબતે ચમકાવી અને ફરિયાદીના મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી ગુનો કડી અંગે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જે અંગે આરોપી મોહમ્મદ ઉર્ફે ડાદો ગનીભાઇ સમા(રહે રાધાનગર ઉપલેટા રોડ વાળા)  વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી. કલમ-૩૭૬(ર)(એન),૫૦૬(૨) તથા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય(સુધારા) અધિનિયમ-૨૦૨૧ ની કલમ ૪ મુજબ તે એવી રીતે કે આ કામના
ફરીયાદીબેનને આ કામના આરોપી મહોમદ ઉર્ફે ડાડો ગનીભાઇ સમા( રહે.-ધોરાજી
રાધાનગરવાળા )એ પોતે પરણીત હોવા છતા કપટપુર્વક પોતાના લગ્ન થયેલ ન હોવાનુ જણાવી
ફરીયાદીને ઇસ્લામ ધર્મ મુજબ ધાર્મિક કલમાં ઇન્સટાગ્રામમાં મોકલી પઢાવેલ હતા. અને પછી
રૂબરૂમાં કહેલ કે, આપણે મૌલવિ પાસે કાયદેસર રીતે મુસ્લીમ ધર્મ અંગીકાર કરી લેવા કહી
લલચાવેલ અને ફોસલાવેલ અને આ રીતે તેને મુસ્લીમ ધર્મ પરિવર્તન કરાવવા માટે માનસીક દબાણ કરી ધર્મ પરીવર્તન માટેનો પ્રયત્ન કરેલ લગ્નની લાલચ આપી ફરીયાદી તથા તેની દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની મરજી વિરુધ્ધ તેની સાથે જાતીય
સંબંધ બાંધી અને તેના હિન્દુ ધર્મમાંથી મુસ્લીમ ધર્મમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરી ગુન્હો કરતા ધોરાજી પોલીસે મુસ્લિમ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ગુજરાત સરકારના નવા કાયદા હેઠળ ધોરાજીમાં પ્રથમ ગુનો નોંધી જેની તપાસ જેતપુરના ડેપ્યુટી એસપી સાગર બાગમાંર ને સોંપવામાં આવી છે અને આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

(6:14 pm IST)