Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

મનસુખભાઇ માંડવીયાના હસ્તે ભાવનગરની સર. ટી. હોસ્પિટલમાં ર પીએસએ ઓકિસજન પ્લાન્ટસનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન

ર૦ વર્ષ સુધી હોસ્પિટલમાં ઓકિસજન સપ્લાયની અછતને સુનિશ્ચિત કરશે

રાજકોટ તા.૧રઃ કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી મનસુખ માંડવીયાએ આજે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ર પીએસએ ઓકિસજન પ્લાન્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યુ છે. આ પ્લાન્ટ આગામી ર૦ વર્ષ સુધી હોસ્પિટલમાં ઓકિસજન સપ્લાયની અછતને સુનિશ્ચિત તકરશે તેમ શ્રી માંડવીયાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશ આજે લોક-ભાગીદારીના અભિગમ દ્વારા સમગ્ર સમાજને કોવીડથી સુરક્ષિત રાખવામાં કામ કરી રહ્યાં છે અને કેન્દ્ર સરકારના ર૩.૦૦૦ કરોડના કોવિડ પેકેજ દ્વારા આગામી ૬ મહિનામાં સમગ્ર દેશ માટે વ્યાપક યોજનાઓ અને ક્ષમતા નિર્માણની યોજના બનાવવામાં આવી રહી છે.

(3:36 pm IST)