Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

જુનાગઢ જિલ્લામાં ૪૦ પ્રાથમિકશાળા, ૧૦ માધ્યમીક શાળા મિશન સ્કુલ ઓફ એકસેલન્સ હેઠળ સ્માર્ટ બનશે નાની શાળાઓમાં મર્જ કરાશે ૧૦૦ દિવસમાં શાળાઓ અપડેટ થશે

લુશાળા શાપુર પ્રા. શાળાની મુલાકાત લેતા શિક્ષણ નિયામક પ્રફુલ્લ જલુ

(વિનુ જોશી) દ્વારા) જુનાગઢ તા.૧ર : રાજયમાં મિશન સ્કુલ ઓફ એ કસલન્સ હેઠળ સરકારી પ્રાથમિક શાળા અને માધ્યમીક શાળાને અપડેટ કરવામાં આવી રહી છે.

જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે સમગ્ર રાજયમાં શિક્ષણ સચિવશ્રી વિનોદરાવના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ૪૦ જેટલી પ્રાથમીક શાળા અને ૧૦ માધ્યમીક શાળામાં એકસલન્સ પ્રોગ્રામ શરૂ કરાયો છે. જેનો લુશાળા અને શાપુર પ્રાથમીક શાળાની મુલાકાત લઇ રાજય પરિક્ષા બોર્ડના ચેરમેન અને શિક્ષણ વિભાગના નિયામક (જીઆઇઇટી) શ્રી પ્રફુલ્લ જલુએ મુલાકાત લઇ આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ ૧૦૦ દિવસમાં દરેક તાલુકાની એક શાળામાં અભિયાન શરૂ કરાશે. તમામ શાળામાં શૈક્ષણિક ગુણવતા ઉચ્ચકક્ષા સુધી લઇ જવા લક્ષ્યાંક હાથ ધરાયો છે. શાળામાં તમામ ક્ષેત્રે વિકાસ કરવા પ્રયાસ કરાયો છે. અન્ય શાળાઓને ટકકર મારે તેવી સુવિધાસભર બનશે. શાળાઓ શાપુર અને લુશાળાની પ્રાથમીક શાળાની મુલાકાત લઇશ્રી જલુએ શાળા પરિાવર અને એસએમસી મેમ્બર સાથે બેઠક યોજી ચર્ચાઓ કરી હતી. નાની શાળાઓ મર્જ કરાશે અને મોટી શાળામાં ભેળવી દેવાશે.

(3:10 pm IST)