Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

શબ્દ કામધેનુ છે, એક શબ્દ માણસને જગાડી દે છેઃ પૂ. રમેશભાઇ ઓઝાનાં વ્યાસાસને જુનાગઢમાં ભાગવત કથાનો પ્રારંભ

ગુરૂ ગોરખનાથ આશ્રમે આયોજીત કથામાં જવાહરભાઇ ચાવડા, કમિશ્નર તથા સાધુ સંતોની ઉપસ્થિતિ

જુનાગઢ : ઉપરોકત તસ્વીરી ઝલકમાં કથા સ્થળે પોથીજીની પધરામણી બાદ દિપ પ્રાગટય કરી કથાનો પ્રારંભ કરાવતા સાધુ સંતો આગેવાનો અને કથાનું રસપાન કરાવતા પુ.ભાઇશ્રી નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧ર : જુનાગઢના ગુરૂ ગોરખનાથ આશ્રમ ખાતે અમેરિકા નિવાસી શ્રીમતી પ્રજ્ઞાબેન પંકજભાઇ પંચમતીયા પરિવાર મનોરથી દ્વારા પુ. શેરનાથબાપુના સાનિધ્યમાં પુ.ભાઇશ્રી રમેશભાઇ  ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ ગિરનારી ભાગવતી કથા ગંગાનો ગઇકાલે ઓનલાઇનમાં પ્રારંભ થયો હતો. તે પુર્વે ભવનાથ મંદિરથ વાજતે ગાજતે મર્યાદિત લોકોની હાજરીમાં સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ પોથીયાત્રા નીકળી હતી.

જેમાં પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, પુ. શેરનાથબાપુ, પુ.મુકતાનંદબાપુ, ;તાધારથી પુ. વિજયબાપુ સહિતના જોડાયા હતા. આ પોથીજી કથા સ્થળે પધરામણી કરાવાયા બાદ કથાનું દિપ પ્રાગટય વિધી કરાવી, પુ. શેરનાથબાપુ, પુ. ઇન્દ્રભારતીબાપુ, પુ.હરીહરાનંદ ભારતીબાપુ, પ્રદિપભાઇ ખીમાણી, શૈલેષભાઇ દવે સહિતનાએ કર્યા બાદ કથાનો પ્રારંભ થયો હતો અને આ કથામાં રાજયના પ્રવાસના ખાતાના કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તન્નાને  પુષ્પહાર પહેરાવી પુ.ભાઇશ્રી સન્માન કર્યુ હતુ અને આશિર્વાદ આપ્યા હતા.

દ્વિતીય દિવસે કથાનું રસપાન કરાવતા પુ.ભાઇશ્રીએ જણાવ્યું હતુ કે એક શબ્દ જગાડી દે છે એક શબ્દ મારી નાખે છે શબ્દ કામધેનુ છે. શબ્દની ઉપાસના કરનારએ જાણે છે તેનું હૃદય ભકિતથી ભરેલું હોય તમે પણ એક પાત્ર છો ખુદ એનજોય કરો જે મળ્યું એનો આનંદ લ્યો નાટકમાં કામ કરનારાને ખબર જોઇએ આ મિથ્થા છે મજા આવે છે નાટક જોનારા એન્જોય કરે. આ બધુ મિથ્યા છે તને જે કિરદાર મળ્યો તે સારી રીતે ભજવી લે.

જે પણ કિરદાર મળ્યો છે નિષ્ઠાથી ભજવી લ્યો આશા કહે છે અભિનય કરો તો એ પણ નાટક છે. જીવન જીવો તો એવી રીતે જીવો આ અભિનય છે માનો આ મિથ્યા છે પણ આનંદ લ્યો.

તો જ્ઞાન ભકિત વૈરાગ્ય અનિત્ય છે આ વાતનો વિવેક જાગૃતિએ વૈરાગ્યની ભાવનાટકરાવી રાખશે. નાટકમાં સામ સામ દુશ્મનો એવા લડે પરદો પડી જાય છે એના એ ગળે મળે નાટકના સ્ટેજમાં વેરકર્યુ એટલ પડદા પાછળ પણ વેર હોય આ નાટક છે એમ જાગૃતિ રહેશે તો વૈરાગ્ય રહેશે. વૈષ્ણવજનો તો તેને કહીએ જે પીડ પરાઇ જાને નુ ગાન કરતા પુભાઇશ્રીએ જણાવ્યું હતું કે નાટકમાં કોક ને પ હજાર ઉછીના આપ્યા હોય તેની ઉઘરાણય કરાય દાન કર્યા પછી છાપામાં દેવાયા આ તો નાટક હતુ. આ નાટક છે એનું સતત ભાન વૈરાગ્યને ટકાવી રાખે છે.

આ ત્રણ વસ્તુ જીવનમાં જરૂરી છે. બુધ્ધિ પ્રજ્ઞાથી પ્રજવલીત જ્ઞાન હૃદયમાં સમિષ્ટ પ્રત્યે પ્રમહોય ગાંધીબાપુને નરસિંહની આ વાણી પ્રિય હતી જે પીડ પરાઇ ન જને તે વૈષ્ણવ ન હોય શકે સંત હૃદય નવનીત સમાણા, નવનીત તો પોતાના તાપે પીગળે સંત તો બીજાના તાપ પીગળે પરદુખે ઉપકાર કરે પરોપકારમાં લાગી  જાય એ વૈષ્ણવ ઉપકાર કરવા વાળાએ ઉપકાર કરવા વાળાએ ભુલી જવાય અને લેનાર યાદ રાખવો જોઇએ. આપણી નેકી અને બીજાની બદી ભુલી જાવ નહી તો અભિમાન આવશે.

લીંકન કારમાં જતા હતા ઘેટુ એક કિચડમાં ફસાયુ હતુ તેને બહાર કાઢયુ તેના કપડા બગડી ગયા હતા. બચુ તેણે સાફ કર્યુ બધા વાહ વાહ કરવા લાગ્યુ મે તેના પર ઉપકાર નથી કર્યો મને તેને કિચડમાં ફસાયેલું જોયુ દુઃખ થયુ એટલે મે તેને બહાર કાઢયુ હતુ.

આપણે દુનિયામાં કોઇપણ જગ્યાએ જાયએ આજે નરસૈયાને યાદ કરીએ છીએ સૌના હૃદયમાં રમી રહયો છે તે રામ છે એ જે પરમ સતા છે પરમ ચેતના છે વેદાત જેને બ્રહ્મના રૂપમાં અલગ અલગ રૂપથી જોવે છે. બાપુ જયા જયા નાથ આવશે ત્યાં ત્રિલોકનાથ યાદ આવે છે. ભાઇશ્રીએ સૌને નરસિંહ મહેતા અને સુદામા જેવા દિવ્ય આત્માને આજે પણ જાણી જીવનમાં ઉતારો અને ગોરખનાથ પણ જયા થઇ ગયા છે તો મનમાં વૈરાગ્ય ભાવનથી સુંદર સ્વસ્થ સમાજ બનાવો જ્ઞાનનો પ્રકાશ ચારે બાજુ ફેલાવો લોકો માટે સમિષ્ટ પ્રેમ પ્રગટાવો આટલી સંવેદનશીલ ભકતમાં જોઇએ ગોરખનાથ પરંપરાના સૌ સંતો એ વંદનીય છે.

ભકિત જ્ઞાન વૈરાગ્યની કથાનું વિસ્તારપુર્વક જણાવતા પુ.ભાઇશ્રીએ કહયું હતું કે સાધુ એટલે શું સાધનાના કયા મુકામ ઉપર છે બે ચોપડી ભણેલ લોકો સાધુઓને સમજી નથી શકતા સંત નહોતા જગતમાં જલીજીત બ્રહ્માંડ હરીના ભજનમાં જેમણે જીવન જોડી દીધુ છે એ સાધુ બધા સન્યાસી થાય એ જરૂરી નથી તમામનું જીવન શુધ્ધ થવું જોઇએ લોકો ગિરનારની પરિક્રમા કરે ગિરીરાજની પરિક્રમા કરે અહિં પરક્રિમાનું મહત્વ છે. પરિક્રમા કરનારના હૃદયમાં પ્રેમ છે પર્યાવરણ પ્રત્યે પ્રેમ રાખવો, માહિતી રાખવી જોઇએ ગંદકી ન કરવી.

(3:08 pm IST)