Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સરકારની ભાવવધારાની નિતી સામે અમરેલી જિલ્લા, તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં 'સાયકલ યાત્રા'

અમરેલી : છેલ્લા અઢી દાયકા જેટલા સમયથી ભાજપના પ્રજાવિરોધી શાસનમાં ગરીબો અને વંચિતો સહિત સામાન્ય પ્રજાજનો ની હાલત અત્યંત કફોડી બની છે. સામાન્ય પ્રજાજનો માટે દૈનિક જીવન ચલાવવાનું અત્યંત મુશ્કેલ બન્યું છે. દિનપ્રતિદિન પેટ્રોલ–ડીઝલ, રાંધણગેસ સહિત દૈનિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના અસહ્ય ભાવ વધારાને લીધે ગુજરાતના પ્રજાજનો પારાવાર હાલાકી ભોગવી રભ છે. કોરોના જેવી વિતરીત પરિસ્થિતીમાં પડયા ઉપર પાટુ જેવો અનુભવ ગુજરાતની ભોળી જનતા કરી રહી છે. આ સંજોગોમાં હંમેશા પ્રજાની પડખે, સામાન્ય માણસોને લક્ષમાં લઇ નિર્ણયો કરનાર   અમરેલી જિલ્લા કોંગ્રેસ, અમરેલી શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમરેલી કોંગ્રેસ કાર્યાલય, જુના માર્કેટીંગ યાર્ડ ખાતેથી 'સાયકલ યાત્રા' નું આયોજન કરવામાં આવેલ હતું. આ યાત્રામાં મોંઘવારીનો માર પ્રજા બેહાલ, બેફીકર છે સરકાર, પ્રજા પર મોંઘવારીનો માર, ભાજપ મસ્ત, પ્રજા ત્રસ્ત, જેવા સુત્રોચ્ચાર સાથે આંધણી અને બેરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ યાત્રા નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઇ ભંડેરી તથા અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સંદીપભાઇ પંડયાની આગેવાનીમાં  'સાયકલ યાત્રા' યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ પક્ષના બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

(1:26 pm IST)