Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કુતિયાણામાં ૩ ઇંચઃ પોરબંદર અને રાણાવાવમાં ઝાપટાં

કુતિયાણામાં રાત્રીથી સવાર સુધી ઝરમર વરસાદ ચાલુ રહયોઃ જિલ્લામાં આજે સવારે વાદળિયુ હવામાનઃ સખત ઉકળાટ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ર : જિલ્લામાં કુતિયાણામાં ગઇકાલે રાત્રીથી સવાર સુધી સમયાંતરે ઝરમર વરસાદ ચાલુ રહેતા આજે સવાર સુધીમાં કુતિયાણામાં સરેરાશ ૩ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

પોરબંદર અને રાણાવાવમાં રાત્રીના છુટાછવાયા ઝાપટા ચાલુ રહયા હતાં. આજે સવારે બરડા ડુંગરમાં ગાજયા મેઘ વરસ્યા નહોતા અને વીજળીના કડાકા ભડાકા બાદ માત્ર છાંટા પડયા હતા.

પોરબંદર જિલ્લામાં આજે સવારે ધાબડીયુ વાતાવરણ અને વાતાવરણમાં સખત ઉકળાટ છે. પોરબંદર જિલ્લા કંટ્રોલ મુજબ છેલ્લા ર૪ કલાકનો વરસાદ પોરબંદર પ મી.મી. (૪૯ મીમી) રાણાવાવ ૮મીમી (ર૭ મીમી) કુતિયાણા ૭૮ મીમી (૧૧૯ મીમી) નોંધાયો છે. જિલ્લાના ખંભાળા જળાશય ઉપર વરસાદ ૪ મીમી (પ૦ મીમી) સપાટી ર૩.૪ ફૂટ ફોદાળા જળાશય ર૦.૪ મીમી (૯પ મીમી) સપાટી ર૦.૪ ફૂટ રહી છે.

એરપોર્ટ કચેરી મુજબ ગુરૂતમ ઉષ્ણાતામાન ૩પ સે.ગ્રે., લઘુતમ ઉષ્ણાતામાન ર૬.૬ સે.ગ્રે. સવારનું ઉષ્ણાતામાન ર૬.૬ સે.ગ્રે, ભેજ ૯૩ ટકા, હવાનુંદબાણ ૧૦૦૭.ર એચ.પી.એ. સુર્યોદય ૬.૧૬ તથા સુર્યાસ્ત ૭.૩૮ મીનીટે વરસાદ ૭ મીમી (પ૦ મીમી) નોંધાયો છે.

(1:22 pm IST)