Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વિંછીયાના હાથસણી ગામે માતા-પુત્ર ઉપર ધારીયાથી હુમલોઃ ૪ સામે ફરીયાદ

શેઢે ઝાડ કાઢવા પ્રશ્ને થયેલ ઝઘડામાં બે દંપતિ તૂટી પડયા

રાજકોટ તા. ૧૧: વિંછીયાના હાથસણી ગામે શેઢે ઝાડ કાઢવા પ્રશ્ને થયેલ ઝઘડામાં કોળી યુવક અને તેના માતા ઉપર બે દંપિતએ ધભારીયાથી હુમલો કર્યો હતો.

હાથસણી ગામે રહેતા રામજીભાઇ જુગાભાઇ સોલંકી (ઉ.વ. ર૦) તથા તેના માતા મધુબેન ખેતરે હતા ત્યારે તે જ ગામના ગોકળ દેવજીભાઇ સોલંકી, રમેશ ગોકળભાઇ સોલંકી, ગળુબેન ગોકળભાઇ સોલંકી તથા ભાવુબેન રમેશભાઇ કોળી ધારીયાથી તેમજ ઢીકાપાટુનો મારમારી ઇજા કરતા બન્ને માતા-પુત્રને સારવાર અર્થે વિંછીયા હોસ્પીટલમાં ખસેડાયા હતા. ઇજાગ્રસ્ત રામજીભાઇના શેઢે તેની હદમાં આવેલ ઝાડ કાઢવા પ્રશ્ને ઝઘડો થતા ઉકત બંન્ને દંપતિ તુટી પડયા હતા. આ અંગે ઉકત ચારેય શખ્સો સામે ફરીયાદ થતા વિંછીયાના એ.એસ.આઇ. જે. એસ. ટમાળીયાએ તપાસ હાથ ધરી છે.

(1:20 pm IST)