Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

૧૨ ચોરી કરનાર બે ઈસમોને રોકડ-દાગીના સાથે પકડી પાડતી જામનગર પોલીસ

જામનગર, તા. ૧૨ :. અહીંના દિનેશભાઈ ચંદ્રકાંત લાલની મહાલક્ષ્મી ચોક હવેલી રોડ ઉપર આવેલ દિનેશ એજન્સી નામની દુકાનમાંથી રોકડ રૂપિયા તથા (૨) અનીલભાઈ વાસુદેવભાઈ સીંધી ભાનુશાળીની દિ-પ્લોટ-૧૩મા આવેલ વિપુલ સાયકલ સ્ટોરની દુકાનમાંથી રોકડ રૂપિયા તથા (૩) જેન્તીભાઈ પરસોતમભાઈ હરીયાણીની ખંભાળીયા નાકે કિશોર રસ ડીપો પાસે કારમાંથી સોનાના બુટી, ચાંદીના સાંકળા, મોબાઈલ ફોન તેમજ રોકડ રૂપિયાની ચોરીનો બનાવ બનેલ જે ગુન્હા વણશોધાયેલ હતા.

પોલીસ વડા દીપન ભદ્રનની સૂચના તથા એલસીબીના પો. ઈન્સ. એસ.એસ. નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઈ. આર.બી. ગોજીયા, કે.કે. ગોહીલ તથા બી.એમ. દેવમુરારીનાઓ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના ફીરોજભાઈ દલ તથા રઘુવીરસિંહ પરમારને મળેલ હકીકત આધારે ચાંદી બજારમાંથી આરોપીઓ (૧) સીદીક ઉર્ફે ઘેટો સલીમભાઈ મેમણ રહે. કાલાવડ નાકા બહાર અલસફા સોસાયટી (૨) સફીક ઉર્ફે દંતો અજીજભાઈ મેમણ રહે. કાલાવડ નાકા બહાર નેશનલ પાર્કના કબ્જામાંથી રોકડ રૂપિયા તથા સોનાની બુટી તથા સાંકળા તથા મોબાઈલ ફોન તથા ઈલેકટ્રીક કાંટો મળી કુલ રૂ. ૩૯,૫૦૦ના ચોરીના મુદામાલ સાથે પકડી પાડી મજકુર વિરૂદ્ધ પૂછપરછ કરતા ૧૨ ચોરીઓ કરેલની કબુલાત કરેલ છે.

સવા વર્ષ પહેલા મેઘપર ગુજરી બજારમાંથી રોકડ રૂ. ૫૪૦૦, એક વર્ષ પહેલા મેઘપર ગુજરી બજારમાંથી વેપારી પાસેથી રોકડ રૂ. ૧૨૦૦, ૧૧ મહિના પહેલા મેઘપર ગુજરી બજારમાંથી રોકડ રૂ. ૧૭૦૦, બે ત્રણ મહિના પહેલા ધ્રોલમાં ગાંધીચોકમાં એક ફુટની રેકડી રૂ. ૨૬૦૦, એકાદ મહિના પહેલા જામનગર માંડવી ટાવર પાસે રેકડીમાંથી રૂ. ૫૪૦૦, એક માસ પહેલા જામનગર હવાઈ ચોકમાં કારમાંથી સોના-ચાંદીના સાંકળા, રોકડ મળી રૂ. ૯૦૦૦, પંદરેક દિવસ પહેલા મેઘપર બજારમાં વેપારીના વજન કાંટાની તેમજ રોકડ રૂ. ૭૦૦૦, બારેક દિવસ પહેલા જામનગર તિરૂપતિ સોસાયટીમાંથી વેપારીની રેકડીમાંથી રૂ. ૧૦૦૦, દસેક દિવસ પહેલા જામનગરના મહાલક્ષ્મી ચોકમાં દુકાનમાંથી રોકડ રૂપિયા ૨૪,૫૦૦, આઠેક દિવસ પહેલા જામનગર દીગ્જામ સર્કલ સામે વેપારીની રેકડીમાંથી રૂ. ૯૦૦, સાતેક દિવસ પહેલા દરેડ વિશાલ ચોકની બાજુમાં ગુજરી બજારમાં રોકડ રૂ. ૭૦૦, છ દિવસ પહેલા જામનગર દિ.પ્લોટ-૨૧ પાસે સાયકલની દુકાનમાંથી રોકડ રૂ. ૫૫૦૦ ચોરી કરેલ હતી.

આ કાર્યવાહી એલ.સી.બી. સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડીયા, હીરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઈ માલકીયા, એ.બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:17 pm IST)