Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

મોટીપાનેલી કોળી અને દલિત સમાજના કોમ્યુનિટી હોલનું લોકાર્પણ

ચોવીસ કલાક પોલીસની હાજરી સાથે હેડકવાર્ટરની માંગ

(અતુલ ચગ દ્વારા) મોટીપાનેલી તા.૧૨ : મોટી પાનેલી મુકામે નવનિર્મિત બે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અર્થે જિલ્લા ભાજપની ટિમ સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઇ બોદરે અત્રેની સ્વ.પંકજસિંહ જાડેજા તાલુકા શાળાનું જર્જરિત ઇમારતની મુલાકાત લઇ શાળામાં થયેલ વ્યાપક તિરાડો અને ડેમેજને ધ્યાનમાં લઇ નવી ઇમારત અર્થે તાકીદે પગલાં લેવાની ખાત્રી આપેલ ત્યારબાદ નવનિર્મિત કોળીસમાજ તેમજ દલિત સમાજના કોમ્યુનિટી હોલના લોકાર્પણ કર્યા હતા.  જિલ્લા તેમજ તાલુકાના આગેવાનો મનસુખભાઇ ખાચરીયા, મનિશભાઈ ચાંગેલા, દિનેશભાઇ અમૃતિયા, તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ, ઉદ્યોગપતિ વિરલભાઈ, જેન્તીભાઇ બરોચીયા, રાકેશભાઈ, લાખાભાઇ, પિયુસભાઈ, જેકેવાળા, જટુભા સહિતના આગેવાનો નું કોળીસમાજ દ્વારા  સ્વાગત કરવામાં આવેલ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ આગેવાનોની પધરામણી થી કોળી તેમજ દલિત સમાજના લોકોમાં ઉત્સાહ છવાયો હતો.

 જિલ્લા પંચાયત પ્રમુખશ્રી એ લોકોને વિકાસના કોઈપણ કામ અર્થે જિલ્લા પંચાયત લોકોની સાથે છે તેવું જણાવી વિકાસના કાર્યો માટે ગમેત્યારે અમે તમારી સાથે રહેશુ તેવું જણાવેલ સાથેજ વેકસીન લેવા માટે પણ અનુરોધ કરેલ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ખાચરીયા એ પણ લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃતિ દાખવી બાળકોને શિક્ષિત બનાવવા તેમજ દુસણથી દૂર રહેવા જણાવેલ.સમગ્ર કાર્યક્રમ કોળી તેમજ દલિત સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા આયોજિત કરવામાં આવેલ જેમાં પાનેલી ભાજપના આગેવાનો એ ખાસ દેખરેખ રાખી કાર્યક્રમ ને સફળ બનાવેલ.

(12:05 pm IST)