Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સોમનાથ તીર્થમાં અષાઢી બીજ રથયાત્રામાં બિરાજમાન ભગવાન જગન્નાથ અને બલભદ્રએ સાક્ષાત સ્વરૂપે પધરામણી કરી'તી

સોમનાથ મહાદેવની ભૂમિ ઉપર આજે ય પણ ભગવાન શ્રી કૃષ્ણ-બલરામના દેવ મંદિરો તીર્થ દિવ્યતા આપી રહ્યા છે

(મીનાક્ષી - ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧ર :.. સમગ્ર દેશ-રાજયો અષાઢી બીજે ભગવાન જગન્નાથ પાવનકારી રથયાત્રામાં ભકિતમય બનશે ત્યારે એ પણ જાણવું રસપ્રદ થશે કે સોમનાથ-પ્રભાસ એ હરિ અને હરની ભૂમિ છે.

ભગવાન જગન્નાથ એટલે કે શ્રી કૃષ્ણ અને બલરામ સોમનાથયાત્રાનું અનેક ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે અને બન્ને ભગવાનોના મંદિરો આજે ય પણ વરસોથી સોમનાથ ખાતે આવેલા છે.

સોમનાથના ભાલકા તીર્થ ખાતે પીપળાના વૃક્ષ નીચે બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણને પારધીએ ભૂલથી તીર માર્યું અને ભગવાને પોતાની માનવ અવતાર લીલા આ ભૂમિ ઉપર સમાપન કરી અને સોમનાથના હેદોર્ત્સગ ત્રિવેણી સંગમે અહીંથી જ ભગવાન યોગેશ્વર સ્વધામ ગમન કર્યુ આ સ્થળે હાલ પણ ભગવાનના ચરણાવિંદ અને ગીતાજીના અઢાર અધ્યાય સાથેનું ગીતા મંદિર આવેલું છે. તો તેની બાજુમાં જ બલરામજીની ગુફા આવેલી છે તેમણે પણ આ જ સ્થળે પોતાના શરીરનો ત્યાગ કરી શેષનાગ રૂપે પાતાળ પ્રવેશ કર્યો અને અનંત નાગરાજ પાસે પહોંચી ગયા અને પ્રભાસમાં શેષનાગના અવતાર બલરામજી જયાંથી પાતાળગમન કર્યુ તે મંદિર આજે પણ જોવા મળે છે.ભગવાન બલરામે સરસ્વતી નદીના મૂળથી મુખ સુધીની કરેલી યાત્રા આ ભૂમિ ઉપર કરેલ તો ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ગુરૂના પુત્રને શોધવા સોમનાથ આવેલ હતા તેવી પૌરાણીક કથા પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગુરૂ અને ગુરૂપત્નિએ માગેલ ગુરૂ દક્ષિણામાં, તેમના પ્રભાસમાં સમુદ્રમાં ગરક થયેલા પુત્રને પાછો મેળવવા પ્રભાસ આવેલ અને શંખ સ્વરૂપે સમુદ્રમાં રહેલા પંચજન રાક્ષનો વધ કર્યો, ત્યારે તે શંખ- પાંચ જન્યને પોતાની પાસે કાયમ રાખી લે છે અને અહીંથી જ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની માનવ લીલા સંકેલી ગોલોકધામમાં દિવ્ય સ્વરૂપે અને બલરામજી શેષનાગ સ્વરૂપે પાતાલમાં ગયા હતા આવી અનેક દિવ્ય - પુનિત - અમર યાદો સોમનાથ તીર્થ સાથે જોડાયેલી છે.

(12:03 pm IST)