Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

મેંદરડા પોલીસે ઝડપેલ ૩ાા લાખના દારૂનો નાશ કરાયો

જુનાગઢઃજિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા  પીએસઆઇ કે.એમ. મોરી દ્વારા કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, આશર સાડા ત્રણ લાખની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી નાશ કરવામાં આવેલ હતો. આ કાર્યવાહી એસડીએમ સાકરીયા તથા નશાબંધી અધિક્ષક એમ.બી.સોલંકી, સર્કલ પો.ઇન્સ. પી.એન.ગામેતી, પીએસઆઇ કે.એમ.મોરી તથા સ્ટાફની હાજરીમાં કરવામાં આવેલ હતી. મેંદરડા પોલીસ સ્ટેશનના કુલ ૩૭ ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ ૯૬૭ કિંમત રૂ. ૩,૧૫,૦૦૦/- ના મુદ્દામાલનું રોલર ફેરવી અને ચિરોડા ગામ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે નાશ કરવામાં આવેલ હતો. નાશ કરવામાં આવેલ દારૂ સને ૨૦૨૦ થી આજદિન સુધીમાં છેલ્લા એક દોઢ વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂના ગુનાનો મુદ્દામાલ હતો.

(12:01 pm IST)