Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કોડીનાર ઉત્તર સિંઘ પંચાયત દ્વારા નિવૃત શિક્ષક તથા સમાજના સેક્રેટરીનું બહુમાન

કોડીનાર : કન્યા શાળામાંથી વયમર્યાદાના કારણે નિવૃત થયેલા શિક્ષક કનૈયાલાલ એલ.દેવાણીને ઉત્તર સિંઘ પંચાયત દ્વારા વિદાય આપવામાં આવી. સમાજના માજી પ્રમુખ સુંદરદાસ બજાજના અધ્યક્ષસ્થાને યોજાયેલ. સમારંભનું દિપ પ્રાગટય ઉપપ્રમુખ દિનેશભાઇ આહુજાના હસ્તે કરવામાં આવેલ. સિંધી સમાજના અગ્રણી વાસુદેવ ગોધવાણી તથા નટુભાઇ પંજાબીએ કનૈયાલાલ દેવાણીએ સિંધી સમાજના સેક્રેટરીપદે સતત રપ વર્ષ સુધી સેવા આપી તે બાબતને બિરદાવી હતી. સમાજે  તેમના નેતૃત્વમાં જે પ્રગતિ કરી તેને યાદ કરી કનૈયાલાલ દેવાણીને સન્માનપત્ર, ગીફટ અને મોમેન્ટો અર્પણ કરેલ. સમગ્ર કોડીનાર તાલુકામાં સિંધી સમાજના એકમાત્ર શિક્ષક હોવા છતા કનૈયાલાલ દેવાણીએ તાલુકા પ્રા.શિક્ષક સંઘમાં પણ ૨૦ વર્ષ સુધી મંત્રીપદ શોભાવ્યુ તેને સિંધી સમાજનું ગૌરવ ગણાવ્યુ. પોતાના પ્રત્યુતરમાં કનૈયાલાલ દેવાણીએ જણાવ્યું કે, તેઓ હર હંમેશા સમાજના કોઇપણ કાર્ય માટે સમાજની સાથે રહેશે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગુરૂનાનક યુવક સિંધી સેવા મંડળના પ્રમુખ રમેશભાઇ બજાજે કર્યુ હતુ.

(12:00 pm IST)