Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ભગવાન જગન્નાથજી નગરજનોનાં ક્ષેત્રકુશળ પુછવા સામેથી જાય તે ભારતીય સંસ્કૃતિમાં જ જોવા મળેઃ વિભાવરીબેન દવે

ભાવનગરમાં ૩૬મી રથયાત્રામાં પહિંદવિધી યોજાઇ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૨: ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા એવી ભાવનગરની ૩૬ મી રથયાત્રાને શિક્ષણ રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ પહિંદ વિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ તેમની સાથે ભાવનગરના નેક નામદાર મહારાજશ્રી વિજયરાજસિંહ ગોહિલ પણ જોડાયાં હતાં.

શિક્ષણ રાજયમંત્રીશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, વર્ષમાં એકવાર ભગવાન સામેથી નગરજનોના ક્ષેમકુશળ પૂછવાં સામેથી લોકો વચ્ચે જાય છે. ભારતીય સંસ્કૃતિ એકમાત્ર એવી સંસ્કૃતિ છે જેમાં ભગવાન પરિવારમાં માને છે અને પોતાના ભાઇભાંડુ સાથે લોકોના સામેથી ખબરઅંતર પૂછવાં જાય છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન મામાના દ્યરે જાય છે અને પોતાના ઘરે પરત ફરે છે. આવું વિશ્વમાં માત્ર ભારતીય સંસ્કૃતિમાં જોવાં મળે છે.

સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે કહ્યું કે, કોરોનાએ આપણને નવાં પરિમાણ સાથે જીવતાં શીખવાડ્યું છે. રથયાત્રાથી આપણી ધર્મભાવના દ્વારા અનોખી શ્રધ્ધાના દર્શન થાય છે. આ શ્રધ્ધાથી આપણી સુષુપ્ત ચેતનાઓ જાગૃત થાય છે.

તેમણે કહ્યું કે, કોરોનારૂપી આફતે આપણને નવા અવસરો તરફ જવાં પ્રેર્યા છે. ભગવાન આપણને આ મુશીબતમાંથી ઉગારી સામાન્ય જનજીવન બનાવે તેવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી હતી.

ધારાસભ્યશ્રી જીતુભાઇ વાદ્યાણીએ સ્વ. ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત આ યાત્રા ૩૬ મા વર્ષે યોજાઇ રહી છે. કોરોનાએ સમાજજીવનને અસ્ત વ્યસ્ત કર્યો છે ત્યારે ફરીથી સમાજ ચેતનવંતો બની હસતો- રમતો થાય તે માટેની તેમણે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી હતી.

પૂર્વ સાંસદશ્રી રાજેન્દ્રસિંહ રાણાએ રથયાત્રા દ્વારા હિન્દુત્વનું પ્રગતિકરણ અને સશકિતકરણ થયું છે તેમ જણાવી ઇન્ડિયા હવે તેની આધ્યાત્મિક શકિતના બળે શ્નઇન્ડિયાલૃમાંથી શ્નભારતલૃબનવાં તરફની ગતિ કરી રહ્યું છે તે ભારતની ભાવ અને ભકિતને કારણે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ જણાવ્યું કે, કોરોનાને કારણે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતાં આજે રથયાત્રા યોજાઇ રહી છે. આ રથયાત્રાનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાવનગરવાસીઓ તેમના ઘરેથી જ ભગવાન જગન્નાથની રથયાત્રાને માણે તેવી અપીલ કરી હતી.

આ રથયાત્રાને સફળ બનાવવા માટે હરૂભાઇ ગોંડલીયા અને તેમની ટીમેને મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધરીયાએ અભિનંદન આપ્યાં હતાં.આ રથયાત્રાના પ્રસંગે સંતો- મહંતો, કોર્પોરેટરશ્રીએ, વરિષ્ટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ રથયાત્રા સમગ્ર ભાવનગરમાં ફરી બપોર બાદ નીજ મંદિર પરત ફરશે.

(12:00 pm IST)