Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ચાર ડેમોમાં ૦ાા થી ૮ ફુટ જેવા નવા પાણી ઠાલવતા મેઘરાજાઃ ૭ જીલ્લાના પપ ડેમો ઉપર ઝાપટાથી ૩ાા ઇંચ જેવો ભારે વરસાદ

રાજકોટ તા. ૧ર :..  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર ઉપર મેઘવસવારી શરૂ થઇ છે, પરંતુ હજુ જોઇએ તેવુ હેત મેઘરાજાએ ડેમો ઉપર નથી વરસાવ્‍યું માત્ર ૪ ડેમોમાં નવા પાણીની આવક થયાનું સિંચાઇના કન્‍ટ્રોલ રૂમ પરથી આજે સવારે ૮ વાગ્‍યે જાણવા મળ્‍યું હતું.

સૌથી વધુ દ્વારકાના રંગમતી ડેમમાં ૯.૧૯ ફુટની નવી તોતીંગ આવક થઇ છે, જો કે આ ડેડ વોટરની હોય. જીવંત સપાટી હાલ ૦ લેવલે છે, જયારે સુરેન્‍દ્રનગરના વાંસલ ડેમમાં પોણો ફુટ અને ત્રિવેણી ડાંગામાં પોણો ફુટ નવા પાણીની આવક થતા બંને ડેમોની હાલ અનુક્રમે સપાટી ર.૪૦ અને ૪.૮૦ ફુટે પહોંચી છે. જયારે રાજકોટ જીલ્લાના વેણુ-ર ડેમમાં ૧.૩૧ નવા પાણી સાથે કુલ સપાટી ૬.૯૦ ફુટે પહોંચી છે.

મેઘરાજાએ રાજકોટ-પોરબંદર-અમરેલી-સુરેન્‍દ્રનગર-મોરબી-દ્વારકા- જામનગર જીલ્લાના પપ ડેમો ઉપર ર૪ કલાકમાં ઝાપટાથી માંડી ૩ાા ઇંચ જેવો વરસાદ વરસાવ્‍યો છે.

(10:53 am IST)