Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

બેફામ રેતી ચોરી રોકવા તંત્ર પગલા લ્‍યે નહીં તો

કુતિયાણા પાસે ભાદર નદીમાંથી રેતી ચોરી કરનારાઓને ખૂલ્લા પાડીશઃ નાથાભાઇ ઓડેદરા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ર :.. કુતિયાણા પાસે ભાદર નદીમાંથી બેફામ રેતી ચોરી કરનારાઓને ખૂલ્લા પાડીશ તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ જણાવેલ છે.

કુતિયાણા તાલુકા વિસ્‍તારમાં ભાદર નદીમાંથી રેતીની બેફામ અને કરોડો રૂપિયાની ચોરી થઇ રહી છે. તેવા પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા દ્વારા આક્ષેપ કરીને જણાવેલ કે આ ગેરકાનુની રીતે અધિકારીઓ અને રાજકારણીઓને જાણ હોવા છતાં આ રેતીની બેફામ કરોડો રૂપિયાની ચોરી થાય છે. આગામી સમયમાં વહેલી તકે જો આ ચોરી બંધ નહી થાય તો આમા સંડોવાયેલ કોઇપણ પક્ષના નેતાઓ, અધિકારીઓ અને જે લોકો આ ચોરી કરે છે તેને મુકવામાં નહી આવે કોઇપણ જાતની શરમ નહીં રાખવામાં આવે. અને બધાની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ કોંગ્રેસ અગ્રણી નાથાભાઇએ જણાવેલ હતું.

(10:53 am IST)