Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વાંકાનેરમાં યોજાયેલ લોક અદાલતમાં ૧ર૩૯ માંથી ૯૭૯ કેસોનો નિકાલ કરાયોઃ લાખોનો દંડ વસુલ

વાંકાનેર તા. ૧ર :.. અહીં ગુજરાત સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ નેશનલ લોક અદાલતમાં સીનીયર પ્રિન્‍સીપાલ સિવીલ કોર્ટ, એડી. પ્રિન્‍સીપાલ સિવીલ જજ કોર્ટ તથા બીજા અધિક સીવીલ કોર્ટમાં આ લોક અદાલતમાં કુલ ૧ર૩૯ કેસ મુકાયા હતાં. જેમાંથી ૯૭૯ કેસનો નિકાલ થયો હતો. જેમાં સમાધાનની રકમ પેટે રૂપિયા ૧,૧૦,૩૮,૬૩પ એક કરોડ, દસ લાખ આડત્રીસ હજાર છસ્‍સો પાંત્રીસ જમા થયા હતાં.

આ ઉપરાંત પીજીવીસીએલ (ઇલેકટ્રીક બોર્ડ)ના તથા બેંકો દ્વારા સમાધાનના ભાગરૂપે પ્રીલીટીગેશનના કુલ ૬૬૯ કેસ મુકાયેલ, જે પૈકી ૯ર કેસ પુરા થયા હતાં. જેની સમાધાનની રકમ પેટે રૂપિયા આઠ લાખ, પીચ્‍યાસી હજાર પાંચસો વસુલ થયા હતાં.

આ લોક અદાલતમાં વાંકાનેરના સીનીયર સીવીલ જજ શ્રી એ. આર. રાણા, અધિક સીવીલ જજ શ્રી એમ. સી. પટેલ તથા બીજા અધિક્ષક આત્‍મદીપ શર્મા (સેક્રેટરી શ્રી શેઠ ભાઇ) તાલુકા કાનુની સેવા સમિતિના હરદેવસિંહ ગોહીલ તથા ગઢવીભાઇ અને જાડેજા તથા કોર્ટના સ્‍ટાફે જહેમત ઉઠાવી લોક અદાલત સફળ બનાવી હતી. આ લોક અદાલતમાં પીજીવીસીએલ, વિવિધ બેંકોના પ્રતિનિધીઓ જોડાયા હતાં.

(10:51 am IST)