Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અમરેલી ‘ડબલ મર્ડર' કેસમાં જામીનના તબક્કે વળતરની જોગવાઈ અંગે સુપ્રિમનો મહત્‍વનો ચુકાદો

ભોગ બનનારને વળતર જામીનના તબક્કે મળી શકે કે કેમ ? તે અંગે કાયદાકીય મુદ્દો સર્વોચ્‍ચ અદાલતે નિર્ણિત કરી દેશની તમામ અદાલતો માટે માર્ગદર્શન આપતો ચુકાદો રિપોર્ટેડ કરાયોઃ રાજકોટના એડવોકેટ તુષાર ગોકાણીની તર્કબદ્ધ દલીલોને સુપ્રિમે ધ્‍યાને લઈ વળતરનો મુદ્દો રદ કર્યોઃ દેશની તમામ અદાલતો ચુકાદો સરકયુલેટ થશે

રાજકોટ, તા. ૧૨ :. ગાયો ડબ્‍બે પુરવાના મુદૃે ભરવાડ સમાજના બે જૂથો સામ-સામે આવી જતા થયેલ ધીંગાણામાં બે વ્‍યકિતઓના મૃત્‍યુ નિપજતા નોંધાયેલ ડબલ મર્ડરના ગુન્‍હાના કામે પકડાયેલ આરોપીઓને જામીન પર મુકત કરતા સમયે રૂપીયા બે લાખનુ વળતર ચુકવવાના હાઈર્કોટના આદેશને સુપ્રીમ ર્કોર્ટ દ્વારા રિર્પોટેડ ચુકાદો આપી રદ કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, અમરેલીના જીવાપરા વિસ્‍તારમાં રહેતા ભાવેશ વશરામભાઈ ત્રાડે પોતાની ફરીયાદ આપતા જણાવેલ હતું કે, ગત દિવાળીના સમયે અમરેલી જીવાપર વિસ્‍તારમાં ફરીયાદી તથા તેના પરીવારજનો અમરેલી ટ્રાફિક પોલીસને રેઢીયાળ ગાયો પકડી પાંજરાપોળમાં મૂકવામાં મદદ કરતા હોય જે બાબતે સારૂ ન લાગતા આરોપી પાંચાભાઈ ભીખાભાઈ રાતડીયાએ વ્‍હોટેસએપ ગુ્રપમાં ‘ભરવાડના દિકરા હોય તો હવે ગાયો ભરવા જતા નહીં', તેમ કહી ભૂંડી ગાળો બોલી ઉશ્‍કેરણીજનક ઓડિયો કલીપો વાયરલ કરતા ભરવાડ સમાજના બે જૂથો વચ્‍ચે વૈમનસ્‍ય ઉભૂ થયેલ અને તે શાંત પાડવા સમાજના આગેવાનો અને પોલીસ અધીકારીઓના કહેવાથી બન્‍ને જૂથો વચ્‍ચે સમાધાન માટે બેઠક કરવાનું નકકી કરેલ, બન્‍ને સમાજો વચ્‍ચે મચ્‍છુ-માં ની વાડી, સોમનાથ મંદિર પાસેની જગ્‍યામાં રાત્રીના મીટીંગ કરવાનું નકકી થયેલ. ફરીયાદીના આક્ષેપ આરોપીઓની ગાયો અમરેલી પાંજરાપોળમાં પુરાયેલ હોય તેનું મનદુઃખ રાખી બદલો લેવાના અને ઝગડો કરી માર મારવાના સમાન ઈરાદે મીટીંગના સ્‍થળ પાસે આરોપીઓએ પ્રાણઘાતક હથીયારો સંતાડી રાખેલ હતા અને મીટીંગ શરૂ થયાની સાથે જ આરોપીઓ (૧) સુરેશ ઉર્ફે સુરાભાઈ વાઘાભાઈ રાતડીયા (ર) રામકુભાઈ વાઘાભાઈ રાતડીયા (૩) કરશનભાઈ વાઘજીભાઈ ઉર્ફે વાઘાભાઈ રાતડીયા (૪) હાજાભાઈ વાઘાભાઈ રાતડીયા (પ) સંગ્રામભાઈ ઉર્ફે સગરામભાઈ નારણભાઈ રાતડીયા (૬) ગોપાલભાઈ નારણભાઈ રાતડીયા (૭) નારણભાઈ ઉર્ફે નારૂભાઈ ભગુભાઈ રાતડીયા (૮) કાળુભાઈ ભીખાભાઈ રાતડીયા (૯) રાજુભાઈ ભીખાભાઈ રાતડીયા (૧૦) પાંચાભાઈ ઉર્ફે પાચુભાઈ ભીખાભાઈ રાતડીયા (૧૧) જાગાભાઈ ઉર્ફે ગુણાભાઈ ભગુભાઈ રાતડીયા (૧ર) ધર્મેશ ઉર્ફે ધર્મેન્‍દ્ર ઉર્ફે ધમો જગદીશભાઈ રાતડીયા (૧૩) ભીમાભાઈ ભગુભાઈ રાતડીયા રહે. બધા અમરેલીનાઓએ પૂર્વાયોજીત કાવતરાના ભાગરૂપે છરીઓ, લોખંડના પાઈપ, લાકડીઓ, ધોકા જેવા ઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદપક્ષ ઉપર હિંચકારો હુમલો કરી દેતા હાજર ગોવિંદભાઈ રામભાઈ ત્રાડ તથા કિરણ ઉર્ફે કરશન નનુભાઈ મકવાણા નામના બે યુવાનોના મોત નિપજેલ અને સાત-આઠ જેટલા વ્‍યકિતઓને ગંભીર ઈજા પહોંચાડી આરોપીઓ બધાને મારી નાખો તેવી બૂમો પાડી ભયનું વાતાવરણ ઉભું કરી દીધેલ હોવાની ફરીયાદ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ હતી.

 ફરીયાદ નોંધાતા પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવતા આરોપી ધર્મેશ ઉર્ફે ધર્મેન્‍દ્ર જગદીશભાઈ રાતડીયા અને ભીમાભાઈ ભગુભાઈ રાતડીયાએ ગુજરાત હાઈર્કોટમાં જામીન પર મુકત થવા અરજી કરેલ હતી જે અરજી ગુજરાત હાઈર્કોટે મંજુર કરી બંન્‍ને આરોપીઓને બે-બે લાખ રૂપીયા મૃતકના પરીવારને આપવાની શરતે જામીન મુકત કરેલ હતા. ગુજરાત હાઈર્કોર્ટે મુકેલ શરતો કાયદા મુજબની ન હોય બંન્‍ને આરોતીઓએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે ઉપરોકત શરતો સર્વોચ્‍ય અદાલતમાં પડારેલ હતી.

જે અરજી નામદાર સર્વોચ્‍ય અદાલતમાં સુનવણી અર્થે નિકળતા એડવોકેટ તુષાર ગોકાણીએ સર્વોચ્‍ય અદાલત સમક્ષ ઓનલાઈન માધ્‍યમથી હાજર રહી દલીલો કરી એવી રજુઆત કરેલ હતી કે કોઈપણ આરોપીને કેસ ચાલતા દરમ્‍યાન નિર્દોષ જ માનવો જોઈએ અને કેસ પુર્ણ થાય ત્‍યાર બાદ જો આરોપીને સજા કરવામાં આવે તો તેવી સજાનો ચુકાદો આપતા સમયે કેસ ચલાવનાર ન્‍યાયમૂર્તીશ્રીને ઉચીત લાગે તેવા કિસ્‍સાઓમાં જ આરોપી પાસે ભોગબનનાર પક્ષને વળતર ચુકવવાનો આદેશ કરી શકે જયારે જામીન અરજીના તબકકે આરોપી કસુરવાર છે કે નહિ તેનો નિર્ણય થઈ શકે નહિ જેથી વળતરનો હુકમ કરવા જામીન અરજીના તબકકે અદાલત પાસે કોઈ કાયદાકિય સતા રહેલ નથી.

સર્વોચ્‍ચ અદાલતે આરોપી તરફે થયેલ કાયદા મુજબની તર્કબધ્‍ધ રજુઆતો ગ્રાહય રાખી રીપોર્ટેબલ ચુકાદો એટલે કે દેશની તમામ અદાલતો ઉપરોકત કાયદાકીય મુદ્રા સંબંધે જાણકારી મળી રહે તે પ્રકારનો ચુકાદો આપી ઠરાવેલ કે, કાયદાના ઘડવૈયાઓ દ્વારા વળતરની જોગવાઈઓના સંબંધેનો હેતુ સ્‍વયં સ્‍પષ્‍ટ છે કે કોઈ વ્‍યકિત વિરૂઘ્‍ધ શરીર સંબંધી ગુન્‍હાનો આક્ષેપ કેસના અંતે જો પુરવાર થાય તો તેના કૃત્‍યના ભોગ બનનાર વ્‍યકિતઓને વળતર ચુકવવા જવાબદાર બને છે પરંતુ જામીન અરજીનો નિર્ણય કરતા સમય આવી વળતરની બાબતો નિર્ણીત થઈ શકે નહી કારણ કે જામીન અરજીના તબકકે તો માત્ર આરોપીને કેસ ચાલતા સમય દરમ્‍યાન કસ્‍ટડીમાં રાખવા કે કેમ તેટલો જ નિર્ણય કરી શકાય અને તેવા તબકકે અદાલત દ્વારા પ્રથમ દર્શનીય દ્રષ્‍ટિકોણથી જ પુરાવાનું મુલ્‍યાંકન કરવાનું હોય છે ત્‍યારે હાઈકોર્ટ દ્વારા મૃતકોના વારસદારોને વળતર ચુકવવા સંબંધે જામીન અરજીમાં કરેલ હુકમ ટકવાપાત્ર ન હોય રદબાતલ કરવા આદેશ કરવામાં આવેલ હતો.

સુપ્રિમ કોર્ટના સીમાચિન્‍હરૂપ રીપોર્ટેબલ ચુકાદાથી દેશભરની વિવિધ અદાલતોમાં શરીર સંબંધી ગુન્‍હાઓની જામીન અરજીનો નિર્ણય કરવાના તબકકે વળતર ચુકવવાનો આદેશ કરી શકાય કે કેમ તે સંદર્ભે લાંબા સમયથી ચાલતી કાનુની ગડમથલનો અંત આવેલ છે.

આ કામમાં તમામ આરોપીઓ વતી અમરેલી સેશન્‍સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટમાં જાણીતા એડવોકેટશ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, આસ્‍થા મહેરા, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, કૃણાલ વિંધાણી, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા, અતુલ કકકર રોકાયેલ છે.

(10:50 am IST)