Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કુતિયાણા પંથકમાં ભાદર નદીમાંથી રેતીની બેફામ ચોરી : સંડોવાયેલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ચીમકી

પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા દ્વારા ખનીજ ચોરોને ખુલ્લો પડકાર

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકા વિસ્તારમાં આવેલી ભાદર નદીમાંથી રેતીની બેફામ , અને કરોડો રૂપિયાની ચોરી થઈ રહી છે , તેવું પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા દ્વારા  આક્ષેપ કરવામાં આવ્યા હતા

 નાથાભાઈ ઓડેદરાના જણાવાયા મુજબ આ ગેરકાનૂની રીતે - સરકારી અધિકારીઓ અને રાજકારણીઓને જાણ હોવા છતાં આ રેતીની બેફામ કરોડો રૂપિયાની ચોરી થાય છે ..

આગામી સમયમાં વહેલી તકે જો આ ચોરી બંધ નહિ થાય તો આમ સંડોવાયેલ કોઈ પણ પક્ષના  ભાજપ - કોંગ્રેસના નેતાઓ ,  અધિકારીઓ અને જે લોકો આ ચોરી કરે છે તેને મુકવામાં નહિ આવે  કોઈ પણ જાત ની શરમ નહિ રાખવામાં આવે ,અને બધાની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

(11:27 pm IST)