Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ધ્રોલની ડી.એચ.કે. મુંગરા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓનો ઓનલાઇન વિજ્ઞાન મેળામાં ઉજ્જવળ દેખાવ

ધ્રોલ,તા.૧૨ : એસવીએસ કક્ષાના ઓનલાઇન વિજ્ઞાન મેળામાં ડી.એચ.કે મુંગરા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓએ ઉજ્જવલ દેખાવ કરીને જુદા જુદા ૪ વિભાગમાં પ્રથમ સ્થાન મેળવીને કન્યા વિદ્યાલયનું ગૌરવ વધારેલુ છે.

વિજ્ઞાન મેળાનું આયોજન ઓનલાઈન કરેલ. તેમાં કુલ ૫ વિભાગ જેમકે; વિભાગ-૧ ઇકોફ્રેન્ડલી સામગ્રી, વિભાગ-૨ સ્વાસ્થ્ય,આરોગ્ય,અને સ્વચ્છતા, વિભાગ-૩ આદાન-પ્રદાન થઇ શકે તેવું સોફ્ટવેર, વિભાગ-૪ એતિહાસિક વિકાસ અને વિભાગ-૫ ગાણિતિક નમૂનાઓ હતા. તેમાં કુલ ૧૨ શાળાઓએ ૧૯ પ્રયોગોમાં ભાગ લીધો હતો. ઉષાબેન કે. ભીમાણીના માર્ગદશન હેઠળ શ્રીમતી ડી. એચ. કે. મુંગરા કન્યા વિદ્યાલય-ધ્રોલની વિદ્યાર્થીનીઓએ ૪ વિભાગમાં ભાગ લઈ ૨ કૃતિમાં પ્રથમ સ્થાન મેળવેલ  વિભાગ-૨ સ્વાસ્થ્ય, આરોગ્ય અને સ્વચ્છતામાં ધો.-૯ની રાઠોડ ઋત્વી અને ચાવડા હિરલે સ્વાસ્થ્યવર્ધક અને નાણાકીય બચત કરતું વૈજ્ઞાનિક સાધન (જૂની સાયકલથી ચાલતું વોશિંગ મશીન) બનાવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ તથા એતિહાસિક વિકાસ વિભાગ- ૪માં ધો.-૧૦ની વિદ્યાર્થીની ચાવડા શિતલ અને ચાવડા આરતીએ વેસ્ટ વસ્તુઓમાંથી સેનીટાઇઝર મશીન બનાવી પ્રથમ નંબર પ્રાપ્ત કરી જિલ્લાકક્ષાએ પસંદગી પામી શાળા અને સંસ્થાનું નામ રોશન કરેલ તે બદલ ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી ઉષાબેન ભીમાણીને તથા ભાગ લેનાર વિદ્યાર્થીની બહેનોને શાળાના આચાયોશ્રી ડૉ. -વિણાબેન તારપરા, સંસ્થાના સંચાલક  વિજયભાઈ મુંગરા, ઉપપ્રમુખ  વિજયભાઈ સોજીત્રા તથા પ્રમુખ  રાઘવજીભાઈ પટેલે ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી.

(12:17 pm IST)