Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

રાપરમાં કોંગ્રેસે 5 બેઠક બિનહરીફ મેળવતા ભાજપે ૭ બેઠકો બિનહરીફ મેળવી કોંગ્રેસને ફટકો માર્યો

કોંગ્રેસમાં ભચુ આરેઠીયાના પ્રવેશ બાદ ધમધમાટ વધ્યો : કેટલાક વોર્ડમાં અંદરો અંદરના સેટિંગના અહેવાલ

ભુજ :રાપર નગરપાલિકાનીચુંટણી પહેલા કોંગ્રેસે ભાજપના ગઢના કાંગરા ખેરવીને બેઠકો બિનહરીફ મેળવી લીધી હતી. ગતિવિધિ વચ્ચે રાપર નગરપાલિકાની ડેમેજ કંટ્રોલ કવાયત ભૂજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યને સોંપવામાં આવી છે. ભાજપે વળતા ધામા બેઠકો બિનહરીફ મેળવી કોંગ્રેસને ફટકો માર્યો છે.

   એવું મનાય રહ્યું છે કે રાપર કોંગ્રેસમાં ભચુ આરેઠીયાના પ્રવેશ બાદ ધમધમાટ વધ્યો છે. તેમના પત્ની સંતોકબેન આરેઠીયાને વિધાનસભાની ચુંટણીમાં વિજયી બનાવવામાં સફળ રહેલા ભચુભાઈ આરેઠીયા રાપર નગરપાલિકામાં પણ ભાજપને યેનકેન પ્રકારે પછાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. રાપરમાં ભાજપ સામે જુથવાદનો મોટો પડકાર છે.

   બીજીતરફ રાપર પાલિકની ચુંટણીમાં કેટલાક વોર્ડમાં અંદરો અંદરના સેટિંગની ખબર બહાર આવ્યા બાદ પક્ષ અગ્રણીઓની કડક સૂચનાના કારણે હવે કાર્યકરો પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી માહોલમાં જોશ ભરી દીધો છે.

(12:35 am IST)