Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ઠંડીના ધ્રુજારા બાદ ઠારથી ધ્રુજારોઃ લોકો ફરી ઠુંઠવાયા

રાત્રે અને વહેલી સવારના સમયે ઠંડીમાં વધારોઃ સૂર્યનારાયણના દર્શન સાથે હુંફાળુ વાતાવરણ

રાજકોટ તા. ૧૨ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠારના કારણે લોકો ઠુંઠવાઇ રહ્યા છે. રાત્રે અને વહેલી સવારના સમયે ઠંડીમાં વધારો અનુભવાય રહ્યો છે. જ્યારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

 

આજે સૌથી ઓછું તાપમાન કચ્છના નલીયાનું ૧૧.૭ ડિગ્રી, જામનગર ૧૪, રાજકોટ ૧૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૨૬ મહત્તમ, ૧૪ લઘુત્તમ, ૯૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૭ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

ભાવનગર

ભાવનગર : શહેર સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં ટાઢોબોળ પવન ફુંકાતા આખરી તબક્કામાં હવે ટાઢ ધ્રુજાવી રહી છે.

શિશિર ઋતુનો અંત અને વસંતઋતુનો આરંભ થવામાં છે ત્યારે ભાવનગર પંથકમાં છેલ્લા બે દિવસથી ટાઢાબોળ પવન ફુંકાઇ રહ્યો છે. આજે ૧૬ કિ.મી.ની સરેરાશ ઝડપે પવન ફુંકાયો હતો. આજનું મહત્તમ તાપમાન ૩૦.૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૫.૬ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૬ ટકા અને પવનની ઝડપ ૧૬ કિ.મી. પ્રતિકલાકની રહી હતી. તોફાની પવન ફુંકાતા ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઇ હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન ડિગ્રી

 

નલીયા

૧૧.૭

,,

વલસાડ

૧૨.૬

,,

દિવ

૧૨.૮

,,

મહુવા

૧૩.૧

,,

અમદાવાદ

૧૩.૨

,,

ડીસા

૧૩.૪

,,

જામનગર

૧૪.૦

,,

રાજકોટ

૧૫.૩

,,

ભાવનગર

૧૭.૨

,,

વેરાવળ

૧૭.૩

,,

(12:41 pm IST)