Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

હાથ ઉછીના આપેલા રૂ. સાડા દસ લાખ વ્યાજ સહિત ચુકવી દેવા ગોંડલ કોર્ટનો હુકમ

સરકારી નોકરીયાતએ મરણમૂડી જુનાગઢ સગાને હાથ ઉછીની આપી હતી

ગોંડલ તા. ૧૨ : ગોંડલ તાલુકાના ગોમટા ગામે રહેતા અને એસ.ટી ડિવિઝનમાંથી નિવૃત્ત્ થયેલ વિપ્ર કર્મચારીએ નિવૃત્ત્િની આવેલ રકમ રૂ સાડા દસલાખ જુનાગઢ રહેતા સંબંધીને હાથ ઉછીની આપેલ હોય, જે ચાર વર્ષ જેવો સમય વીતવા છતાં પણ રકમ પરત ન આવતાં કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંગેનો કેસ ગોંડલ કોર્ટમાં ચાલી જતાં અદાલત દ્વારા નિવૃત્ત એસટી કર્મચારીને વાર્ષિક ૬% લેખે વ્યાજ સહીત તમામ રકમ પરત કરવા હુકમ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાનાં ગોમટા ગામે રહેતા અને એસટી ડિવિઝનમાંથી નિવૃત્ત થયેલ વિજયભાઈ ઓધવજી વ્યાસ નિવૃત્તિની આવેલ રકમ રૂ ૧૦ લાખ ૪ વર્ષ પહેલાં જુનાગઢ રહેતા સંબંધી હંસાબેન મનહરલાલ મહેતા ને હાથ ઉછીની આપેલી હતી. અને આ વ્યવહારની સ્ટેમ્પ પેપર ઉપર નોટરી પણ કરવામાં આવી હતી. પરંતુ જીવન મૂડીની રકમ પરત ના મળતાં એડવોકેટ રવિરાજ ઠકરાર મારફત કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા જે અંગેનો કેસ આજે અત્રેની કોર્ટમાં ચાલી જતા સીનીયર સિવિલ જજ પી એન રાવલ દ્વારા વિજયભાઈ વ્યાસનો દાવો મંજૂર કરી હંસાબેન મનહરલાલ મહેતાને રૂ ૧૦ લાખ ૫૦ હજાર વાર્ષિક ૬ ટકાના વ્યાજે ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં વિજયભાઇને ન્યાય અપાવવા એડવોકેટ રવિરાજ ઠકરાર તેમજ નિરંજય ભંડેરી રોકાયા હતા.(૨૧.૧૨)

 

(12:08 pm IST)