Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

શેત્રુંજીશાળામાં કાનનો નિદાન-સારવાર કેમ્પ

કુંઢેલીઃ ભાવનગરની પી.એનઆર સોસાયટી દ્વારા બહેરાશ નિવારણ કાર્યક્રમ અંતર્ગત શેત્રુંજીડેમ કેન્દ્ર વર્તી શાળા ખાતે આજુબાજુના ૩૦ ગામોના ધો.૧ થી ૮ ના વિદ્યાર્થીઓના લાભાર્થે કાનનો નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૧૦ કાનને લગતી તકલીફો વાળા દર્દીઓને ચિકિત્સા સાથે મફત દવા, સારવાર આપવામાં આવી હતી. એવીજ રીતે ૩૦ બાળકોને, મફત ઓપરેશન માટે ભાવનગરની અંઘ શાળા, વિદ્યાનગર ખાતે મોકલવામાં આવશે. કેમ્પમાં ઇએનટી સર્જન ડો. અશોકભાઇ બારૈયાની સેવા સાથે બી.એન.દવે, જીજ્ઞેષભાઇ પારેખ, મનસુખભાઇ દિહોરા જોડાયા હતા સાથે સાથે બી.આર.સી.કો.ઓ. હાર્દિકભાઇ ગોહિલ, કે.બી.ગોસ્વામી, જીતુભાઇ જોષી સહિતનો સહયોગ પણ મળ્યો હતો તસ્વીરમાં શિક્ષકો બાળાને તપાસતા તબીબ દર્શાય છે. (તસ્વીર-અહેવાલઃ હરેશ જાની, કુંઢેલી)

(9:32 am IST)