Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

જૂનાગઢ : ખાનગી બસોના ડ્રાઇવરોના પ્રશ્ને શ્રમ અધિકારી સાથે બેઠક યોજાશે

જૂનાગઢ તા.૧ર : એકતા બસ ડ્રાઇવર એશો. ટ્રસ્ટ દ્વારા કલેકટર એસપીને રજૂઆત બાદ તા. ૧૮મીએ એકતા બસ ડ્રાઇવર એશો.ની ડ્રાઇવરોના પ્રશ્ને સરકારના શ્રમ અધિકારી સાથે બેઠકનું આયોજન થયુ છે.

ખાનગી બસ એજન્સીના સંચાલક દ્વારા ડ્રાઇવરોનું શોષણ કરાતુ હોય તેની સામે અવાજ ઉઠાવવા એકતા બસ ડ્રાઇવર એશો. ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. ટ્રસ્ટના મંત્રી ફિરોઝ શેખે કલેકટર અને એસપીને રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, ખાનગી બસ સંચાલકોએ ડ્રાઇવરોને પુરતો પગાર તેમજ મળવાપાત્ર હકક, હિસ્સા આપ્યા જ નથી. કોરોનામાં કર્મીને છુટા નહી કરવા અને ઘરે બેઠા હોય તો પણ પગાર દેવા સરકારનો આદેશ હતો. છતા અનેક ડ્રાઇવરોને છુટા કરાયા છે તેમજ લોકડાઉનનો પગાર પણ ચૂકવાયો નથી.

સરકારના નિયમ મુજબ મિનીમમ વેઝ ૩૫૦ છે તેમ છતા પગાર પેટે શોષણ થાય છે. આ મામલે સંસ્થા દ્વારા કલેકટર અને એસપીને રજૂઆત કરાઇ હતી. બાદમાં સરકારી શ્રમ અધિકારીને અને રોજગાર અધિકારીને પણ રજૂઆત કરાઇ હતી. દરમિયાન હવે ૧૮મીએ સરકારી શ્રમ અધિકારી સાથે ફરી બેઠક થશે જેમા ડ્રાઇવરોને સર્વિસ બુક સાથે હાજર રહેવા જણાવાયુ છે.

(1:16 pm IST)