Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

જામનગર એસબીઆઇમાં ઘુસીને કેશિયરની નજર ચુકવીને લાખોની લૂંટ

જામનગર : જામનગરમાં તસ્કરો ભય વગર બેન્કમાં ઘુસીને રૂ. ૬.૨૦ લાખની રોકડની લૂંટ ચલાવીને નાશી છૂટતા સનસનાટી મચી ગઇ છે. આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં બેડી ગેટ રોડ પર જૂની અનુપમ સિનેમા સામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બપોરે કેશિયર કેબીનમાં રૂટિન કામકાજ ચાલી રહ્યું હતુ ત્યારે બેથી ત્રણ અજાણ્યા શખ્સો બેંકની કેશિયર કેબીન સુધી પહોંચી ગયા હતા અને કેશિયરની નજર ચૂકવીને કેશિયરની કેબીનના ટેબલના ખાનામાં રાખેલા ૬.૨૦ લાખની રોકડ રકમ ઉઠાવી નાશી ગયા હતા.

બેન્કના કામકાજના સમયે ગણતરીની મીનીટોમાં ભેજાબાજો લાખોની રકમ ઉઠાવી નાસી ગયા હતા અને બનાવ અંગે જાણ થતા એસપી  પ્રદીપ સેજુળની સૂચનાથી એલસીબી અને એસઓજી ટીમ બેંક પર પહોંચી હતી જયાં કેશિયર સહિતના કર્મચારીઓની પૂછપરછ ચલાવી હતી તેમજ પોલીસે આરોપીના સગડ મેળવવા માટે સીસીટીવી ફૂટેજ પણ તપાસી અજાણ્યા ઇસમો સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(8:12 pm IST)