Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ધ્રાંગધ્રામાં વ્યાજખોરો દ્વારા જીગર રાવલનું અપહરણ

પોલીસ દ્વારા ત્રણ શખ્સોની ધરપકડ

ધ્રાંગધ્રા તા. ૧૨ : ધ્રાંગધ્રામાં વ્યાજખોરો દ્વારા યુવકનું અપહરણ કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધ્રાંગધ્રામાં રહેતા જીગર દિપકભાઇ રાવલ ચિરાગસિંહ ઝાલા, યુવરાજસિંહ રાઠોડ અને રવિરાજસિંહ રાઠોડ નામના યુવકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા તે બાબતે જીગર સાથે બોલાચાલી થતાં ત્રણેય વ્યાજખોરોએ જીગર રાવલનું અપહરણ કરી કુડા રેલવે ફાટક પાસે લઇ જઇ તેના ખિસ્સામાંથી ૫૦૦૦ રોકડા તેમજ એક મોબાઇલની લુંટ ચલાવેલ.

આ બાબતની સીટી પોલીસને જાણ થતાં તાબડતોડ અપહરણકર્તાઓના ચુંગાલમાંથી જીગર રાવલને છોડાવી પોલીસે આરોપીઓને પકડી લોકઅપમાં પુરી કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ પી.એસ.આઇ. કાપડી ચલાવી રહ્યા છે.

(12:46 pm IST)