News of Friday, 12th January 2018

ગોંડલના ઘુળશીયા ગામે યુવતીને ફોન કરવા પ્રશ્ને બે દલિત પરિવારો વચ્ચે સશસ્ત્ર બઘડાટી

કુહાડી વડે હુમલો કરી હત્યાનાં પ્રયાસની અને સામા પક્ષે પણ હુમલો કર્યાની પોલીસમાં ફરીયાદ

ગોંડલ તા.૧૨ : તાલુકાનાં ધુળશીયા ગામે યુવતીને ફોન કરવા પ્રશ્ને બે દલિત પરિવારો વચ્ચે સશસ્ત્ર બઘડાટી બોલી ગઇ હતી. આ બનાવમાં હત્યાના પ્રયાસની અને સામા પક્ષે હુમલો કર્યાની પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે.પ્રાપ્ય વિગતો મુજબ તાલુકાના ધુળશિયા ગામે રહેતા મોહનભાઇ માલાભાઇ ચાવડાને તાલુકાના સખપર ગામે રહેતા કિશોરભાઇ નાથાભાઇ સોલંકી, બાબુભાઇ સોલંકી, કિશોરભાઇના સસરા મંગાભાઈ અને શાળાઓ સહિત કુલ સાત શખ્સોએ એકસંપ કરી કુહાડી વડે ખુની હુમલો કરી ઈજા પહોંચાડતા ફરિયાદ નોંધાવા પામી હતી જયારે સામાપક્ષે કિશોરભાઈ સોલંકી, વિજય મોહનભાઈ ચાવડા, મોહનભાઈ માલા ભાઈ ચાવડા, સવિતાબેન મોહનભાઈ તેમજ મનીષ મોહનભાઈ વિરુદ્ઘ હુમલો કરીયાની ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ તાલુકા પોલીસના પીએસઆઇ એમ આર ગોંડલીયાએ હાથ ધરી છે.મારામારી અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીની દીકરી રેખાને ફરિયાદીનો પુત્ર રામજી અવારનવાર ફોન કરતો હોય જે અંગે બંને પરિવારો વચ્ચે મારામારી થવા પામી હતી જેને લઇ સામે સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

(12:01 pm IST)
  • સુપ્રીમ કોર્ટના જજોના વિવાદ પર કૉંગ્રેસે SIT દ્વારા તપાસ કરાવવાની કરી માંગ : પત્રકાર પરિષદમાં ન્યાયમૂર્તિઓના મુદ્દે કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના અભૂતપૂર્વ છે, પ્રથમ વખત આવી ઘટના બની છે - ન્યાયમૂર્તિઓએ જસ્ટીસ લોયાની વાત કરી છે, તેની ઉચ્ચ સ્તરે તપાસ કરાવો - ન્યાયમૂર્તિઓનો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે તેનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ - સમગ્ર દેશને અદાલતી પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે : શ્રી સુર્જેવાલાએ વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટને ન્યાયમૂર્તિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિચાર કરવો જોઇએ : જજો દ્વારા થયેલ પત્રકાર પરિષદ લોકશાહી પર દૂરગામી અસર કરશે access_time 8:11 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 7:37 pm IST

  • મમતા બેનર્જીને ડૉકટર ઓફ લીટરેચર ડીગ્રીથી સમ્માનીત કર્યાઃ વિશ્વ વિદ્યાલયના પૂર્વ વાઈસ ચાંસેલરે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળેલ ડીગ્રીનો વિરોધ કર્યો access_time 2:14 pm IST