Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાનમાં પલ્ટોઃ વાદળછાંયુ વાતાવરણ

લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા ઠંડી ગાયબ

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર હવામાનમાં પલ્ટો આવતા વાદળછાંયુ વાતાવરણ છવાઇ ગયું છે. અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા ઠંડીમાં રાહતનો અનુભવ થઇ રહ્યો છે.

ગઇકાલ બપોર બાદ રાજકોટ સહિત  સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા છવાઇ ગયા હતા અને આજે પણ વાદળછાંયુ વાતાવરણ યથાવત છે.

આજે સૌથી ઓછું લઘુતમ તાપમાન ૧૩.૬ ડીગ્રી, નલીયા ૧પ.૮, રાજકોટ ૧૬.૭ ડીગ્રી નોંધાયું છે.

સોરઠનાં આકાશમાં વાદળો

જૂનાગઢ : હવામાનમાં પલ્ટો આવતા સવારથી સોરઠનાં આકાશમાં વાદળો છવાઇ ગયા છે. જેને લઇ કમોસમી વરસાદની શકયતા વધી ગઇ છે.

છેલ્લા ૪ દિવસથી તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. આજે જૂનાગઢનું લઘુતમ તાપમાન વધીને ૧૭.૬ ડીગ્રી નોંધાય હતું. જેનાં પરિણામે ઠંડી ગાયબ થઇ ગયાનું જણાયુ હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા રહેલ અને પવનની પ્રતિ કલાકની  ઝડપ ૩.૩ કિ. મી. ની નોંધાઇ છે.

પરંતુ વાતાવરણમાં વહેલી સવારથી ફેરફાર થયોછે. સવારે આકાશ  વાદળાથી ઘેરાય જતાં સૂર્ય નારાયણનાં પુરતા દર્શન પણ થઇ શકયા ન હતાં.

હવામાન પલ્ટાતા કમોસમી વરસાદ થવાની સંભાવના નકારી શકાતી નથી જેનાં કારણે ખેડૂતોનાં જીવ ઉચક થઇ ગયા છે.

જો કમોસમી વરસાદ થાય તો ઘઉં, જીરૂ, અને કપાસ સહિતનાં પાકને નુકશાન થઇ શકે. અને ધરતીપુત્રોનાં મોએ આવેલ કોળીયો ઝુંટવાઇ જઇ શકે.

જામનગર

જામનગર : શહેરનું મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી, લઘુતમ ૧૬.પ ભેજ ૬૬ ટકા, પવનની ઝડપ પ.૪ કિ. મી. પ્રતિ કલાક રહી છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ડીસા

૧૩.૬ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૪.૧ ડીગ્રી

ગાંધીનગર

૧પ.૦ ડીગ્રી

નલીયા

૧પ.૮ ડીગ્રી

ભુજ

૧૬.૩ ડીગ્રી

જામનગર

૧૬.પ ડીગ્રી

પોરબંદર

૧૭.૪ ડીગ્રી

જુનાગઢ

૧૭.૬ ડીગ્રી

દ્વારકા

૧૯.૬ ડીગ્રી

(11:59 am IST)