Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

૨૨૧ કિલોના વજનવાળા દાદીમાના અંતિમ સંસ્કાર તેમના બેડ સાથે કરવા પડયા

તેમને ટ્રેકટરમાં સ્મશાને લઈ જવામાં આવ્યાં

જૂનાગઢમાં મંજુલા કાચાના વજનને કારણે તેમની નનામી કાઢવી અઘરી હોવાથી બેડ સાથે જ તેમને વિદાય આપવામાં આવી હતી

મુંબઈ, તા. ૧૨ :. જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા ૬૯ વર્ષના મંજુલાબેન કાચાનો ગઈકાલે દેહાંત થયો. મંજુલાબેનનું વજન ૨૨૧ કિલો હોવાથી તેમની અંતિમક્રિયા તે જે લાકડાની સેટી પર સૂતા હતા એના પર જ કરવામાં આવ્યા. વજનને કારણે નનામી કાઢવી અઘરી હોવાથી તેમના પરિવાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંજુલાબેનની ઈચ્છા હતી કે, તેમના નેત્ર અને દેહનું દાન કરવામાં આવે, પણ જૂનાગઢ મેડીકલ કોલેજ દ્વારા અમુક પેપર્સની ડિમાન્ડ કરવામાં આવી જે પરિવાર પાસે ન હોવાથી શકય નહોતું બન્યું અને મંજુલાબેનની અંતિમ ઈચ્છા અધુરી રહી ગઈ હતી. જો કે પોતે જે બેડ પર છેલ્લા અઢી વર્ષથી પથારીવશ હતા એ જ બેડ તેમનો અંતિમ સાથી બન્યો અને તેમની સાથે જ એ અગ્નિમાં ઓઝલ થયો.

મંજુલાબેનના અંતિમ સંસ્કાર માટે શબવાહિની પણ તેમના ઘર સુધી આવી શકે એમ ન હોવાથી તેમને તેમની સેટી સાથે જ બાંધીને એના પર જ બધી જરૂરી વિધિ કરીને ટ્રેકટરમાં લાવવામાં આવ્યા અને ટ્રેકટરમાં જ આ અંતિમયાત્રા નિકળી હતી.

(11:58 am IST)