Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

મોરબીમાં ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ સંપન્ન

 મોરબીની નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં એ ડીવીઝન પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહીને ટ્રાફિક જાગૃતિ અને ટ્રાફિક સમસ્યાના ઉકેલ અંગે માર્ગદર્શન આપ્યું હતું. મોરબીની નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા લોકોમાં ટ્રાફિક બાબતે જાગૃતિ આવે તે માટે ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓ વિવિધ માર્ગ પર ઉભા રહીને લોકોને ટ્રાફિક બાબતે જાગૃત કર્યા હતા. સરદાર બાગ નજીક યોજાયેલા કાર્યક્રમમાં ડીવાયએસપી બન્નો જોષી, એ ડીવીઝન પીઆઈ ચૌધરી, કોલેજના પ્રિન્સીપાલ હેતલબેન ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમમાં પીઆઈ ચૌધરીએ વર્ષ બહારની ટ્રાફિક સંબંધિત કાર્યવાહીની માહિતી આપી હતી તેમજ માર્ગ અકસ્માતમાં થઇ રહેલા મૃત્યુનો આંક આપીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ લોકોને સ્વયં જાગૃત બનવા અપીલ કરી હતી.

(11:49 am IST)
  • મમતા બેનર્જીને ડૉકટર ઓફ લીટરેચર ડીગ્રીથી સમ્માનીત કર્યાઃ વિશ્વ વિદ્યાલયના પૂર્વ વાઈસ ચાંસેલરે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળેલ ડીગ્રીનો વિરોધ કર્યો access_time 2:14 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 7:37 pm IST

  • તાપી જીલ્લામાં બંધની અસર નહિવત્: શાળા બંધના એલાનમાં વાલીમંડળનું સમર્થન નહિં : જીલ્લાની તમામ શાળા રાબેતા મુજબ ચાલુ access_time 2:14 pm IST